ઈન્ડોનેશિયાની મસ્જિદમાં લાગી આગ, ધરાશાયી થયો વિશાળ ગુંબજ:જુઓ વિડિઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:36:19

ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું.
રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે.
પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી.

Giant dome collapses as fire engulfs mosque in Indonesia | Video - India  Today

ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદમાં બુધવારે આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું. રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે. પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી.


ઈન્ડોનેશિયાના મીડિયાના જણાવ્યા મુજબ, સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યે ફાયર બ્રિગેડને આગની સૂચના મળી હતી. ત્યારે ઓછામાં ઓછી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે આવી પહોંચી હતી. વાયરલ વિડીયો ફૂટેજમાં જોઈ શકાય છે કે મસ્જિદ ધરાશાયી થઈ તે પહેલા ગુંબજમાં આગ લાગી હતી અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો એક પ્લેટફોર્મ પર બેઠા હતા અને ગુંબજ ધરાશાયી થતાં તેઓ કૂદી પડ્યા હતા.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આગ પર કાબૂ મેળવતા 5 કલાક લાગ્યા હતા.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...