શાહરૂખની પત્ની ગૌરી ખાન સામે લખનઉમાં નોંધાઈ FIR,જાણો શું છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-03 17:52:18

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામે  FIR નોંધાઈ છે.  ઉત્તર પ્રદેશના લખનઉના સુશાંત ગોલ્ફ સીટી પોલીસ સ્ટેશનમાં ગૌરી ખાન સામે બિન જામીન પાત્ર કલમ 409 હેઠળ  FIR થઈ છે. મુંબઈના કિરીટ જશવંત શાહે તુલસિયાન કન્ટ્રક્શન એન્ડ ડેવલપર્સના સીએમડી અનિલ કુમાર તુલસિયાન, ડાયરેક્ટર મહેશ તુલસિયાન અને બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે  FIR કરી છે.


ગૌરી ખાન સામે આરોપ શું છે?


અરજીકર્તાનો આરોપ છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનના પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થઈને સુશાંત ગોલ્ફ સીટી વિસ્તારમાં તુલસિયાન ગોલ્ફ વ્યૂમાં ફ્લેટ ખરીદ્યા હતા. પરંતું 86 લાખ રૂપિયા લેવા પછી પણ ફ્લેટ અન્ય કોઈ વેચી દીધા છે. ફરિયાદીએ ગૌરી ખાનની વાતોમાં આવીને ઓગસ્ટ 2015માં સુશાંત ગોલ્ફ સીટી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા અને બિલ્ડરો સાથે મુલાકાત બાદ 86 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. 


રૂપિયા ચૂકવ્યા છતાં ફ્લેટ ન મળ્યો


બિલ્ડરે 2016 સુધી ફ્લેટ મળી જશે તેવી વાત કહીં હતી ત્યાર બાદ તેમણે 85.46 લાખ રૂપિયા બિલ્ડરના ખાતામાં જમા કરાવ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?