લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓને પાર્ટી દ્વારા ટિકીટ આપવામાં આવી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ ટિકીટ આપવાની વાત કરી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. મળતી માહિતી અનુસાર નિર્મલા સીતારમણને ભારતીય જનતા પાર્ટીએ આંધ્ર પ્રદેશ અથવા તમિલનાડુથી ચૂંટણી લડવા માટે ઓપ્શન આપ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી.. નાણા મંત્રીએ એક ઈન્ટરવ્યું દરમિયાન આ વાતની સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી....
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર!
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે. અનેક નેતાઓ એવા છે જેમણે સામેથી ચૂંટણી ના લડવાની વાત કરી છે. ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારથી આ વાત વિત્તમંત્રી દ્વારા કરવામાં આવી ત્યારથી અનેક સવાલો થયા હતા. શા માટે તેમણે ચૂંટણી લડવાની ઓફરને નકારી હતી. આ બધા વચ્ચે તેમણે એક ઈન્ટરવ્યુમાં નિર્મલા સીતારમણે આનું કારણ જણાવ્યું છે.
શા માટે ચૂંટણી લડવાની ના પાડી તેનો આપ્યો જવાબ?
એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે 'એક અઠવાડિયા સુધી તેના વિશે વિચાર કર્યા પછી જ્યારે મને ઓફર મળી, મેં તેને નકારી કાઢી. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. મને બીજી સમસ્યા પણ છે. આંધ્ર પ્રદેશ હોય કે તમિલનાડુ, જીતવા માટે ઘણા અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે આ સમુદાયના છો કે તમે તે ધર્મના છો? મેં કહ્યું ના, મને નથી લાગતું કે હું તે કરવા સક્ષમ છું. હું ખૂબ જ આભારી છું કે તેમણે મારી અરજી સ્વીકારી. એટલા માટે હું ચૂંટણી લડી રહી નથી.'
વિત્ત મંત્રી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી!
વધુમાં તેમણે કહ્યું કે મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પણ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ, આવતીકાલની જેમ હું રાજીવ ચંદ્રશેખરના પ્રચારમાં જઈશ. હું અભિયાનનો ભાગ બનીશ. મહત્વનું છે કે નિર્મલા સીતારમણે ભલે ચૂંટણી લડવાની ના પાડી હોય પરંતુ ભાજપે પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા વર્તમાન રાજ્યસભાના ઉમેદવારોને ટિકિટ આપી છે.