નાણાં મંત્રીનું આકરૂ વલણ, PAN કાર્ડને આધાર સાથે તાત્કાલિક લિંક કરાવો, નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી વધશે


  • Published By :
  • Published Date : 2023-04-06 20:02:07

PAN કાર્ડ સાથે આધાર લિંક કરવા મુદ્દે સમગ્ર દેશમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારના આ નિર્ણયની સામાન્ય માણસથી લઈને વિરોધ પક્ષો આકરી ટીકા કરી રહ્યા છે. હવે આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે PAN કાર્ડ સાથે આધાર લિંક કરવામાં વિલંબ માટે સરકારે કરેલી દંડની જોગવાઈનો બચાવ કર્યો છે. 


શું  કહ્યું નાણામંત્રીએ?


નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે આધારને PAN સાથે લિંક કરવાનું 31 માર્ચ, 2022 સુધી મફત હતું, ત્યારબાદ 1 એપ્રિલ, 2022થી તેના પર 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જે જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ એવી છે કે જો 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે.


વધુમાં  તેમણે કહ્યું કે અગાઉ આધારને PAN સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો, પરંતુ લોકો તેને ગંભીરતાથી લેતા નહોતા. અત્યાર સુધીમાં PAN કાર્ડને આધાર સાથે લિંક કરી દેવુ જોઈતું હતું. જે લોકોએ આજ દિન સુધી PAN કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું, તેઓએ તાત્કાલિક આ કાર્ય કરવું જોઈએ. જો હાલમાં નિર્ધારિત સમય મર્યાદા પુરી થઈ જશે તો દંડમાં વધુ વધારો કરવામાં આવશે અને તે સમયે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.


TDS-TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડશે


નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં પોતાનું આધાર પાન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ. જો લોકો આવું નહીં કરે, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.


1 જુલાઈ 2023થી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે


નાણા મંત્રાલયના આ નિવેદન અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ, જે લોકોના નામે 1 જુલાઈ, 2017ની તારીખ સુધી પાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને તેઓ આધાર કાર્ડ માટે પાત્ર છે, તેઓએ 31 માર્ચ, 2023 સુધીમાં આધાર અને પાનને લિંક કરાવવું જોઈએ. હાલમાં, PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, જેમણે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કર્યા નથી, તેમનો PAN 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..