આખરે શિક્ષકોના બદલી કેમ્પની તારીખો સરકારે કરી જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 10:01:09

સરકારી શિક્ષકો માટે દર વર્ષે બદલી કેમ્પ યોજાતો હોય છે. પંરતુ છેલ્લા ઘણા સમયથી આ કેમ્પ યોજાઈ રહ્યો ન હતો. ત્યારે ગુજરાત સરકારે શિક્ષકોના બદલી કેમ્પની તારીખો જાહેર કરી દીધી છે. ત્રણ પ્રકારની ફેરબદલી કરવામાં  આવતી હોય છે. વઘઘટ અને જિલ્લા આંતરિક બદલી માટે 20 ઓક્ટોબર અને 29 ઓક્ટોબર તારીખ જાહેર કરવામાં આવી છે. જ્યારે જિલ્લા આંતરિક બદલી ઓનલાઈન મો પ્રથમ તબક્કો 2 થી 20 નવેમ્બર સુધી હાથ ધરાશે અને તેનો બીજો તબક્કો 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. જિલ્લા ફેરબદલી કેમ્પ 6 થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાશે અને મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેર અસર પરસના હુમકો 20થી 29 ઓક્ટોબરના કરવામાં આવ્યા છે.    

 

શું છે મુદ્દો? શું હોય છે બદલી કેમ્પ? 

ગુજરાતના તમામ જિલ્લાની સરકારી શાળામાં શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. પરંતુ જે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે તે વિવિધ જિલ્લાના હોય છે. તેમની માગણી હોય છે કે તેમને તેમના વતન વિસ્તારમાં કામગીરી કરવા મળે. જેથી શિક્ષકોની ફેરબદલીના કેમ્પ જાહેર કરવામાં આવતા હોય છે. આંતર જિલ્લા, જિલ્લા સ્તરની અને આંતરિક જિલ્લાની બદલી એમ અનેક પ્રકારના કેમ્પ યોજાતા હોય છે. 


છેલ્લે ક્યારે બદલીઓ કરવામાં આવી હતી?

શિક્ષકોની સાનુકૂળતા માટે સરકારે પ્રતિવર્ષ ફેરબદલી કરવી પડે છે. પરંતુ 2016 બાદ 2019માં બદલી કરવામાં આવી હતી. 2019 બાદ સીધી 2021માં બદલી કરવામાં આવી હતી. આ વર્ષે બદલી માટે કેમ્પની શિક્ષકો માગ કરી રહ્યા છે પરંતુ સરકાર કોર્ટ મેટર કહીને વાત ટાળી રહી હતી. હાઈકોર્ટે શિક્ષકોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ત્યારે સરકાર ફેરબદલીના કેમ્પની તારીખો જાહેર કરી દીધી છે.   


જિતુ વાઘાણીએ શું વચનો આપ્યા હતા 

જમાવટે જ્યારે સરકારી શિક્ષક સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને રૂબરૂ મળીને અમારી વાત રજૂ કરી હતી. અનેકવાર રજૂઆત બાદ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ અમને જણાવ્યું હતું કે તમે હાઈકોર્ટ સામે સમક્ષ મુદ્દો રાખો. શિક્ષણમંત્રીના જણાવ્યા અનુસાર અમે હાઈકોર્ટમાં ગયા હતા અને સમગ્ર મામલે અરજી કરી હતી. હાઈકોર્ટે સમગ્ર મામલે સુનાવણી કરી હતી અને સરકારને આદેશ આપ્યો હતો. 20 સપ્ટેમ્બરે હાઈકોર્ટે 60 પાનાના ઠરાવમાં શિક્ષકોની બાજુમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના ચૂકાદાને ઘણો સમય વિત્યા બાદ, સરકારે હવે તારીખો જાહેર કરી છે.  


શા માટે શિક્ષકોને હાઈકોર્ટમાં જવું પડ્યું હતું?

સરકારના 2012ના નિયમો જુદા હતા અને સરકારે બહાર પાડેલા નવા નિયમો જુદા હતા. જેથી શિક્ષકોને અન્યાયની લાગણી ઉભી થઈ. શિક્ષકો હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે 20 સપ્ટેમ્બરે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અગાઉ સરકાર કોર્ટ મેટર કહીને વાત વાળી લેતી હતી અને મુદ્દો ટાળવાનો પ્રયાસ કરતી હતી પરંતુ હવે જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે. ઘણા સમય બાદ પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં ન આવતા શિક્ષકો રોષે ભરાયા હતા. પરંતુ સરકારે અંતમાં શિક્ષકોની પુકારને સાંભળી છે અને બદલી કેમ્પની તારીખો જાહેર કરી છે.  


હાઈકોર્ટે આપ્યો હતો શિક્ષકોના તરફેણમાં ચૂકાદો 

20 સપ્ટેમ્બરે હાઈકોર્ટે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપી જણાવ્યું હતું કે 2022ના ઠરાવ મુજબ ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે. શિક્ષકોએ હાઈકોર્ટમાં 125 જેટલી અરજી કરી હતી જેમાં 47 અરજી સિનિયોરિટી બાબતે હતી. સમગ્ર મામલે હાઈકોર્ટે 60 પાનાનો આદેશ જાહેર કરી શિક્ષકોના તરફેણમાં વાત કરી હતી. કોર્ટનો ચૂકાદો તેમની તરફેણમાં આવતા શિક્ષકો ખૂશ થઈ ગયા હતા અને સરકાર ક્યારે તારીખો જાહેર કરે તેની રાહ જોતા હતા. તેમની આતુરતાનો અંત આવ્યો છે.  


ભ્રષ્ટાચારના આક્ષેપો છે 

જમાવટ પર ટેલિફોનિક વાતમાં એક શિક્ષક સૂત્રએ જણાવ્યું હતું કે આમ તો ફેરબદલીમાં લાગવગ ચલાવવામાં આવી હોય છે. એક શિક્ષકને બદલી માટે લાખો રૂપિયા ખવડાવવા પડતા હોય છે ત્યારે તેમની બદલી મન મરજી મુજબ કરી આપવામાં આવતી હોય છે. ટેલિફોનિક ચર્ચામાં શિક્ષકે નામ જ જણાવવાની શરત મુજબ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે આવા ભ્રષ્ટાચાર થાય છે. 


સરકારે સ્વીકારી શિક્ષકોની માગણી 

"ધરતીનો છેડો ઘર" કહેવામાં આવે છે કે તમે દુનિયાના ગમે તે છેડા પર પહોંચી જાઓ, અંતે તમારો થાક ઘરે આવીને જ ઉતરશે. ગુજરાતના શિક્ષકો પણ પોતાનું વતન, પરિવાર, વડીલ, જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં અભ્યાસ માટે જતા હોય છે. ત્યારે શિક્ષકોને પોતાના વતનમાં નોકરી મળે જેથી તેઓ પોતાના પરિવાર સાથે રહીને નોકરી કરી શકે તેવી તેમની લાગણી અને માગણી સ્વાભાવીક હોય છે. ભલે સમય થયો પરંતુ શિક્ષકોની માગ સરકારે સ્વીકારી છે. 


નવા બદલી નિયમ 2022 મુજબ નીચેના મુદ્દાઓમાં સુધારો કરવાનો કોર્ટની જજમેન્ટમાં વાત છે.

1. પ્રકરણ ડીના મુદ્દા નંબર 12 

2. પ્રકરણ એચના મુદ્દા નંબર 3

3. પ્રકરણ જેના મુદ્દા નંબર 5

4. પ્રકરણ એલના મુદ્દા નંબર 3 અને 4



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?