એક મહિના પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત હાંસલ થઈ હતી. એક મહિના બાદ કોંગ્રેસે વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે જ્યારે ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે.
શૈલેષ પરમારને બનાવાયા ઉપનેતા
ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. બે તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી. પહેલી અને પાંચમી તારીખે ચૂંટણી મતદાન થયું હતું જેનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો જ મળી હતી. પરિણામને લાંબો સમય વિત્યા બાદ કોંગ્રેસે વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી છે. અમિત ચાવડાને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂંક કરવામાં આવી છે. વિપક્ષમાં બેસવા માટે 19 સીટો જોઈએ ત્યારે કોંગ્રેસે માત્ર 17 સીટો હાંસલ કરી છે.