અંતે તથ્ય પટેલે સ્વીકાર્યું કે ગાડી કેટલી સ્પીડમાં ચાલતી હતી.. એક વીડિયો સામે આવ્યો જેમાં તેણે કબૂલ્યું કે ગાડી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-21 16:42:35

ગઈકાલથી અમદાવાદમાં બનેલા અકસ્માતની વાતો ચાલી રહી છે. એ ગંભીર અકસ્માતે 9 લોકોના જીવ લીધા હતા. અકસ્માતમાં મરેલા વ્યક્તિઓ કોઈના ઘરનો ચિરાગ હતો, પરિવારનો સહારો હતો. પરંતુ એક ગાડીની ટક્કરે ન માત્ર વ્યક્તિઓને માર્યા છે પરંતુ તેના પરિવારના સભ્યોનો સહારો છીનવી લીધો છે. માતા પિતાનો જે પુત્ર સહારો બનવાનો હતો તેની અર્થીને કાંધ આપતા પિતાની એ પીડાને સમજવી કદાચ અશક્ય હશે. પિતા પોતાના સંતાનને ખભા પર બેસાડે છે પરંતુ જ્યારે તે જ દીકરાની અર્થી પોતાના ખભા પર પિતા ઉપાડે છે તે પીડા કષ્ટદાયક હોતી હશે.  

તથ્યએ સ્વીકાર્યું કે તેની ગાડીની આટલી હતી સ્પીડ 

ઈસ્કોન ઓવરબ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી એવા દાવા કરવામાં આવતા હતા કે ઓવરસ્પીડને કારણે આ મોત થયા છે. ગાડીની સ્પીડ અતિશય હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી વાતો આપણે કરતા હતા. પિતા તેમજ વકીલ દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું કે ગાડીની સ્પીડ વધારે ન હતી. ઓછી સ્પીડમાં ગાડી ચાલતી ન હતી. પરંતુ ગાડીની સ્પીડ કેટલી હતી તે અંગેનો ખુલાસો ખુદ તથ્ય પટેલે કર્યો છે. અકસ્માત બાદ રસ્તા પર જાણે લોહીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માત બાદ રસ્તા પર હાજર લોકોનો ગુસ્સો એટલો બધો હતો કે તથ્ય પટેલને મારવા લાગ્યા. તથ્ય પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતે કબુલ કરે છે કે તેના ગાડીની સ્પીડ 120 પ્રતિકલાકની ઝડપની હતી.       



મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં - તથ્ય 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે. પોલીસવેન નીચે તે બેઠો છે. આસપાસ ઉભેલા લોકો તેને પૂછી રહ્યા છે કે સાચું બોલ કેટલી સ્પીડમાં ગાડી હતી. તો જવાબમાં તથ્ય બોલે છે કે 120 પર હતી. તે બાદ તથ્ય બોલે છે કે અરે ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારૂં. આ વાત સાચી છે તેણે બ્રેક મારી પરંતુ જ્યારે તે એકદમ નજીક આવી ગયો ત્યારે. એ વાતનું ત્યારે કશું જ મહત્વ નથી. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ભૂલની સજા 9 લોકોએ ભોગવી. જે વીડિયો સામે આવ્યો છે તે ઘટના તે ઘટના સ્થળ પર હાજર વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 


પોલીસકર્મીને ભારે દિલે અપાઈ અંતિમ વિદાય 

આ ઘટનામાં જે લોકો મૃત્યું પામ્યા છે તે પરિવારના સભ્યોનું રૂદન દિલમાં ખૂંચે એવું છે. તેમનું કલ્પાંત આપણને અંદરથી હલાઈ દે તેવું છે. હસતા રમતા અનેક પરિવારો અકસ્માતને કારણે વિખેરાઈ ગયા. આજે પણ પોલીસકર્મીના અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો છે જેમાં પરિવારનું દર્દ છલકાઈ આવ્યું છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?