ચૂંટણી બોન્ડને લઈ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ચૂંટણી બોન્ડને લઈ સંપૂર્ણ જાણકારી આપવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આદેશ આપવામાં આવ્યો હતો. અને તે મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડ વિશે બધી જ જાણકારી આપી દીધી છે. મહત્વનું છે કે ચૂંટણી ટાંણે જ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીની ૧૫ તારીખના રોજ ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂકી દીધો હતો .
સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ કરી હતી અરજી
થોડા દિવસ પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં દલીલ ચાલી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી કારણ કે એસબીઆઈ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે મુજબ ડેટા જાહેર કરવા માટે સમય જોઈતો હતો. ૧૧ તારીખના રોજ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી હતી કેમ કે SBIએ એવું કીધું હતું કે , અમને ૩૦ જૂન સુધીનો ટાઈમ આપો કારણકે SBI એ ઈલેક્ટોરલ બોન્ડની આખી પ્રોસેસ reverse કરી આ બધા આંકડાઓ જાહેર કરવા પડશે . સુપ્રીમ કોર્ટે એસબીઆઈની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તત્કાલીન રીતે ચૂંટણી બોન્ડની તમામ માહિતી ૧૨ માર્ચના રોજ ઇલેકશન કમિશનને જમા કરાવવામાં આવે.
ટૂંક સમયમાં આખી માહિતી આવી જશે વેબસાઈટ પર
હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ તમામ માહિતી ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને જમા કરાવી દીધી હતી. હવે તારીખ ૧૫ સુધીમાં આ બધી જ માહિતી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આવી જશે. ત્યારે આજે સમજીએ કે શા માટે આ મુદ્દે આટલી ચર્ચાઓ થઈ રહી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જ આપવામાં આવતા હતા ચૂંટણી બોન્ડ
આ ઈલેક્ટોરલ બોન્ડ યોજના તત્કાલીન ભારત સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ૨૦૧૭ના બજેટમાં જાહેર કરવામાં આવી . આ માટેનું નોટિફિકેશન ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ , નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયું. ફેબ્રુઆરી ૧૫ સુધી , એટલે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ નહોતો આવ્યો ત્યાં સુધી તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ issue કરી શકતી હતી. આ બોન્ડ ૧૦૦૦ના ગુણાંકમાં જ છાપી શકાય છે, તેની પર કોઈ પણ પ્રકારના મહત્તમ મૂલ્યની મર્યાદા નથી . આ બોન્ડ તમે દરેક નાણાકીય એટલકે financial quarterના પેહલા મહિનાના ૧૦ દિવસ માટેજ ખરીદી શકો છો. જેમ કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ , ઓક્ટોબર.
ભાગીદારીમાં અથવા તો એક વ્યક્તિ ખરીદી શકે છે બોન્ડ
પરંતુ લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં આ બોન્ડ બીજા ૩૦ દિવસ માટે પણ SBI દ્વારા વહેંચી શકાય છે . આ બોન્ડ તમે કાંતો ૧ વ્યક્તિ અથવા ભાગીદારીમાં પણ ખરીદી શકતા હતા . અહીં એક વાતની ચોક્કસ નોંધ લેવી રહી કે , આ બોન્ડ એ જ રાજકીય પક્ષોને તમે આપી શકો છે જે , Representation ઓફ People એક્ટ , ૧૯૫૧ અંતર્ગત રજીસ્ટર હોય અને આ પાર્ટીઓને છેલ્લી લોકસભા અને વિધાનસભામાં ૧ ટકા કરતા વધુ મત મળેલા હોવા જોઈએ .હવે વાત કરીએ કે જ્યારે સરકાર આ યોજના લઈને આવી ત્યારે તેમણે એવો તર્ક આપ્યો હતો કે , આ યોજના રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે છે , ઉપરાંત આનાથી કાળા નાણાંનું કદ ઘટશે , અને દાન કરનારને right to Privacy એટલેકે ગોપનીયતાનો અધિકાર આપે છે .