સાબરકાંઠામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો! મેડીસ્ટાર હોસ્પિટલે કરી મૃત બાળકની સારવાર, આવી રીતે સામે આવ્યો સમગ્ર કિસ્સો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-05 16:39:07

અનેક વખત અમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ વાતો કરતા હોઈએ છીએ, તો કોઈ વખત ભ્રષ્ટાચારને લઈ વાતો કરતા હોઈએ છીએ. સારૂ શિક્ષણ અનેક સારૂ આરોગ્ય મળે તે હક દરેક નાગરીકનો હોય છે. શિક્ષણને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ આજે વાત કરવી છે આરોગ્યની. જેવી ઘટનાઓ ફિલ્મોમાં સર્જાતી હોય છે તેવી જ ઘટના વાસ્તવિક્તામાં બની છે. સાબરકાંઠાના હિંમતનગરની એક હોસ્પિટલમાં મૃત બાળકની અનેક કલાકો સુધી સારવાર કરવામાં આવી હતી. પરિવારના સભ્યોને પણ દૂર રાખવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ચ વિભાગ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ થઈ ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. 


હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં થતી હતી સારવાર 

થોડા સમય પહેલા અક્ષય કુ્મારની ફિલ્મ ગબ્બર આવી હતી. તે ફિલ્મમાં હોસ્પિટલ દ્વારા મરેલા વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી. ગબ્બર ઈઝ બેકમાં જેવું બતાવવામાં આવ્યું હતું કે એક મોટી ખાનગી હોસ્પિટલમાં મરેલા વ્યક્તિની સારવાર કરવામાં આવતી હતી અને પરિવારને કહેવામાં આવ્યું હતું કે તમારા પરિવારજનની સારવાર થઈ રહી છે જો કે હકીકતમાં તો એ મરી ગયા હતા. ઠીક આવી જ ઘટના ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ઘટી છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલી હોસ્પિટલની. હોસ્પિટલનું નામ મેડીસ્ટાર, ત્યાંથી એક અતિ ગંભીર બનાવ સામે આવ્યો છે. 



આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલે પણ મરણ પામેલી નાની બાળકીની સારવાર કરી, એ પણ પાછી 12 કલાક સુધી. આ ઘટના દર્શાવે છે કે ડોક્ટરો સેવા માટે જે શપથ લે છે, સમાજમાં જે વ્યવસાયને માનની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યો છે તેમાં સડો લાગતો જઈ રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગની ગાંધીનગરની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું તેમાં મેડીસ્ટાર હોસ્પિટલના કાળા કામનો ભાંડો ફૂટ્યો હતો.


હોસ્પિટલને ફટકારવામાં આવ્યો 14 લાખ 47 હજારનો દંડ

વિગતવાર વાત કરીએ તો IAS અધિકારી રેમ્યા મોહને હોસ્પિટલના આ કાળા કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બ્લેકલિસ્ટ કરી દીધી છે. જે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરે છે તેનું સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જેટલું બિલ થાય છે એ બિલ ભરે છે જે આપણે બધા જાણીએ છીએ. પણ આ હોસ્પિટલ આવું કરીને તેમાંથી બિલનું ચૂકવણું કરતી હતી. ગુજરાત આરોગ્ય વિભાગે હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલને 14 લાખ 47 હજાર 600 રૂપિયાનો દંડ કર્યો છે. મેડીસ્ટાર હોસ્પિટલે બાળકીના પરિવારને એવું કહ્યું હતું કે તમારી બાળકીની સારવાર ચાલી રહી છે પણ અફસોસ હકીકત એવી હતી કે બાળકીનું તો મોત થઈ ગયું હતું. 


સરપ્રાઈઝ વિઝીટથી સામે આવે છે વાસ્તવિક્તા 

આ તો એક ઘટના હતી કે જે આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ વિઝીટ કરી અને સામે આવી ગુજરાતમાં તો કેટલીય હોસ્પિટલ છે, જો સમયાંતરે ખાનગી હોસ્પિટલોની આવી જ રીતે સરપ્રાઈઝ વિઝિટ લેવાતી જશે તો મોટા કાંડ ખૂલવાની પૂરી સંભાવનાઓ હોય શકે છે. મહત્વનું છે કે આપણે પણ જાગૃત્ત થવું પડશે. આપણી આસપાસ બનતી ઘટનાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આપણે જાગૃત હોઈએ તો આપણે બીજા લોકોને પણ જાગૃત કરી શકીએ છીએ. સમાજમાં થતી ગેરરીતિને અટકાવવામાં આપણે પણ ફાળો આપી શકીએ છીએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?