અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યાની ઘટના !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:32:51

અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં પોલીસ હવે માત્ર હાજરી પુરાવવા માટે છે એવું લાગી રહિયું છે. વસ્ત્રાલમાં સરા જાહેરમાં એક વ્યક્તિને પહેલા ટક્કર મારીને ત્યાર બાદ ગોળી ધરબી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ફફડાટનો માહોલ છે.  હાલ પોલીસની તપાસ ચાલુ છે. ત્રિપાલ સવારીમાં જઈ રહેલી બુલેટે પેહલાતો જોરદાર ટક્કત મારીને અટકાવ્યા હતા.

 

શું હતી આખી ઘટના ?

ઘટનાની માહિતી મુજબ જન્મદિવસની પાર્ટીમાં મિત્રો ચ્ચે કોઇ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ અદાવત રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. બુલેટને ટક્કર મારી હતી. યુવકોને અટકાવવા માટે પ્રયત્નો કર્યા. અને દેખ દેખતા  કારમાં આવેલા વ્યક્તિએ ફાયરિંગ કરતા અફડા તફડી મચી હતી. ફાયરિંગ કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.

 

પ્રાથમિક માહિતી મુજબ પેહલાતો લાગી રહ્યું હતું કે આ કોઈ અકસ્માત છે જો કે ખુન્નસથી ભરેલા આ લોકોએ એવી ટક્કર મારી કે બુલેટનું પડીકું વળી ગયું. હાલ તો પોલીસ આસપાસના સીસીટીવી એકત્રિત કરી રહ્યા છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.