ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સ અને અર્જેન્ટિના ટકારાયા હતા. જો કે ફ્રાન્સનો કારમો પરાજય થતા રાજધાની પેરિસ સહિત દેશના અન્ય ભાગોમાં જોરદાર હિંસા ફાટી નિકળી હતી. હજારો ફુટબોલ ચાહકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તોફાનો કરવા લાગ્યો હતા. તેમના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે પોલીસના નાકે દમ આવી ગયો હતો. પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો
મીડિયા રિપોર્ટસ મુજબ પેરિસ અને અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં ફુટબોલ પ્રમીઓ મેચ જોવા માટે રેસ્ટોરન્ટ્સ અને બારમાં એકત્રિત થયા હતા. જો કે ફ્રાન્સની હાર બાદ લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, અને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે પાણીનો મારો અને આંસુ ગેસ છોડીને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે કેટલાક તોફાની તત્વોની અટકાયત પણ કરી હતી.
Riot scenes from #France after the loss to #Argentina in #FIFAWorldCup pic.twitter.com/fXSWtrbuvN
— Igor Sushko (@igorsushko) December 18, 2022
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ
Riot scenes from #France after the loss to #Argentina in #FIFAWorldCup pic.twitter.com/fXSWtrbuvN
— Igor Sushko (@igorsushko) December 18, 2022ફ્રાન્સના વિવિધ શહેરોમાં તોફાની તત્વોએ તોડફોડ મચાવી હતી. ઉપદ્રવીઓએ માર્ગો પરના સ્ટોલ અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક લોકોએ ગોળ ફટાકડાં અને પથ્થરોથી પોલીસકર્મીઓ પણ હુમલા કર્યા હતા. રાજધાની પેરીસ ઉપરાંત લ્યોન અને નીસ શહેરમાં પણ મોટાપ્રમાણાં તોફાનો થયા હતા.