થોડા સમય પહેલા અમદાવાદમાં એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તો કોઈ વખત અન્ય કારણોસર ગાડી પરથી કાબુ જતો રહે અને અંતે અકસ્માત સર્જાય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત તમિલનાડુના તિરૂપથુરમાં સર્જાયો છે, જ્યાં ફુટપાથ પર બેઠેલા લોકો પર વાન ચાલી ગઈ. આ ઘટનામાં 7 જેટલી મહિલાઓના મોત થઈ ગયા છે.
અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત
અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો ઘરે પરત ફરશે કે નહીં તેની ગેરંટી નથી. રસ્તા પર સર્જાતા અકસ્માત અનેક વખત લોકોના જીવ લઈ લેતા હોય છે. અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ જતા હોય છે. કોઈની મજા કોઈ માટે સજા સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત તમિલનાડુમાં સર્જાયો છે જેમાં 7 મહિલાઓના મોત ઘટના સ્થળ પર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં કોઈ ખામી સર્જાતા ગાડીને રિપેરિંગ માટે રોડની સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી.
મહિલાઓ પર વાહન ફરી વળતા સર્જાઈ દુર્ઘટના
ગાડી ઠીક થઈ રહી હતી જેને લઈ ગાડીમાં સવાર મહિલાઓ ફૂટપાટ પર બેઠી. પરંતુ ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ કાળનો કોળિયો બની ગઈ. પાછળથી આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારી અને ફૂટપાટ પર ફરી વળી. ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ પર ટ્રક ફરી વળી હતી અને ટ્રક મહિલાઓને કચડીને લઈ ગઈ, આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર જે લોકો સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે કર્ણાટકથી ધર્મશાળાની યાત્રા પર જઈ રહ્યા હતા.
પોલીસે આ મામલે કેસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
પીડિતો બે વેનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બેંગલુરૂ-ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર નટરામપલ્લીમાં એક વાહનનું ટાયર બગડી ગયું. જેને લઈ યાત્રી રસ્તામાં ફસાઈ ગયા. પેસેન્જરને ઉતાર્યા બાદ કાર ચાલક ગાડીને રિપેર કરી રહ્યો હતો.. તે બાદ બેંગ્લુરૂથી આવી રહેલી ટ્રકે વેનને પાછળથી ટક્કર મારી જેને કારણે વેન સાત મહિલાઓને કચડીને જતી રહી. આ ઘટનાની જાણ થતાં તમિલનાડુના મુખ્યમંત્રીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.