રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. TET-TAT પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં. આજે ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉમેદવારો ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર શિક્ષણ સચિવને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા સુત્રોચ્ચારો કર્યા હતા.પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
ગાંધીનગર વિદ્યા સમીક્ષા કચેરી બહાર જ્ઞાનસહાયકોનો વિરોધ, પોલીસે કરી અટકાયત#gyansahayak #gyansahayakprotest #gandhinagar #vidhyasamikshakendra #protest #viral #gujarat #jamawat #tettat #jamawatupdate pic.twitter.com/TL3GQ7oTXt
— Jamawat (@Jamawat3) November 9, 2023
પોલીસે કરી અટકાયત
ગાંધીનગર વિદ્યા સમીક્ષા કચેરી બહાર જ્ઞાનસહાયકોનો વિરોધ, પોલીસે કરી અટકાયત#gyansahayak #gyansahayakprotest #gandhinagar #vidhyasamikshakendra #protest #viral #gujarat #jamawat #tettat #jamawatupdate pic.twitter.com/TL3GQ7oTXt
— Jamawat (@Jamawat3) November 9, 2023TET-TAT પાસ ઉમેદવારોએ જોરદાર વિરોધ પ્રદર્શન કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા ઉમેદવારોની ટિંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો જણાવે છે કે, સરકારને વિનંતિ કે કાયમી શિક્ષકોની ભરતી કરો આ જ્ઞાન સહાયકના ગતકડાં નહી ચાલે. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. તેમણે કહ્યું કે અમે ભાવિ શિક્ષકો છે. અમે આતંકવાદી નથી અમારી સાથે આવું વર્તન ના કરો. આવી રીતે અમારા શર્ટ ફાડી, ઢસડીને લઈ આવો છો. પોલીસને આગળ કરો છો. શું સરકારમાં આટલી મર્દાનગી નથી કે અમારા સવાલો સાંભળે. બિહારમાં આપણી ટેટ પરિક્ષા પુર્ણ થઈ પછી ટેટની પરિક્ષા લેવાઈ ત્યાં નિયુક્તિ પણ મળી ગઈ છે. અહીં અમને રોડ પર ઢસેડવામાં આવે છે. ભાવી શિક્ષકો સામે જ કાયદાનો કોરડો ઉગામતાં સરકાર સામે પણ સવાલો ઉભા થયાં છે.