અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન આગ લાગી રહી છે. ત્યારે પાનોલી જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ત્યાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેના ઘૂમાડાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જેને કારણે ત્યાંના લોકોને ખસેડવામાં આવ્યા હતા.
ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો
ગુજરાતમાં આજકાલ આગ લાગવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે જ્યારે અનેક લોકો મોતને ભેટ્તા હોય છે. જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગતી હોય છે. ત્યારે ફરી એક વખત પાનોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ઘૂમાડાને ચારેય તરફ ફેલાઈ ગયો હતો
આગ એટલી ભયંકર હતી કે આગનો ધૂમાડાને કારણે આકાશ દેખાતું ન હતું. મળતી માહિતી અનુસાર આ આગ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં લાગી હતી. આગના ધૂમાડાને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે લોકોને ખસેડવામાં આવ્યા હતા.