સંતરામપુરમાં આવેલા બાઈકના શોરૂમમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-24 13:08:22

આગ લાગવાની અનેક ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે અનેક વખત નુકસાન થઈ જતું હોય છે. ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલા બાઈકના શો રૂમમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે શો રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઝપેટમાં 100 જેટલી બાઈકો આવી છે. આ આગને કારણે 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે.  


આગમાં શો રૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થયા 

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભીષણ આગ લાગી છે. સંતરામપુર શહેર કોલેજ રોડ પર આવેલા ગાંધી મોટર્સ નામના હોન્ડા શો રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળી હતી. ભીષણ આગ લાગવાને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાને કારણે આસપાસથી ટીમને બોલાવી પડી હતી. ઝાલોદ અને લુણાવાડાથી જે ઘટનાસ્થળેથી 50 કિલોમીટર દૂર છે ત્યાંથી ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા સ્થાનિકો ટેન્કર લઈને પહોંચી ગયા હતા. ભારે મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.    


આગ લાગવાનું કારણ અકબંધ 

ભીષણ આગ લાગવાને કારણે શોરૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગના કારણે 1.50 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.