દેશમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 9 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા જ્યારે આજે આ આંકડો સાત હજાર પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7633 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 11 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 61 હજારને પાર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારને પાર નવા કેસ
કોરોના કેસમાં એક સમય ભારે ઉછાળો જોવા મળ્યો હતો. અનેક હજારોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જ્યારે અનેક લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ જ મહિનામાં કોરોના કેસનો આંકડો 11 હજારની પાર નોંધાયો હતો. ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 9 હજારને પાર નોંધાયો હતો ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજાર 633 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 11 જેટલા લોકોના મોત થયા છે.
હજી સુધી 5 લાખ જેટલા લોકોના થયા છે મોત
હજી સુધી દેશમાં 44834859 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે મરનાર વ્યક્તિઓની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાંથી સૌથી વધારે કોરોનાને કારણે લોકો મોતને ભેટ્યા છે. તે સિવાય હરિયાણા, કર્ણાટક અને પંજાબમાંથી પણ મોત નોંધાયા છે. ત્યારે લોકોએ પણ આ મામલે સાવચેત રહેવાની જરૂર છે.