ચૂંટણી અને તહેવારોમાં 'રોકડી' કરવા બુટલેગરો સક્રિય, રાજ્યમાં દારૂની તસ્કરી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 13:03:35

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તેનો કેટલો અમલ થાય છે તે સૌ કોઈ જાણે છે. લોકો અને રાજનેતાઓએ પણ આ નગ્ન સત્ય સ્વિકારી લીધું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દારૂની હેરાફેરી વધી જતી હોય છે. આ વખતે પણ તહેવારો અને ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ થશે અને તેથી જ બુટલેગરો દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં લાગ્યા છે.


શામળાજીની રતનપુર બોર્ડર પર તસ્કરી વધી


તહેવારો અને ચૂંટણી નજીક હોવાથી  બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે  શામળાજીની રતનપુર બોર્ડર બુટલેગરનું સૌથી પ્રિય સ્થળ છે. સરકાર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યનું યુવાધન પણ નશાના રવાડે ચઢી ગયું છે. આ સ્થિતીમાં  સ્થાનિક પોલીસ પણ બુટલેગરો પર નજર રાખીને દારૂનો જથ્થો પકડવા માટે સતર્ક બની છે. 


લઠ્ઠાકાંડના કારણે પોલીસ એક્સનમાં


ગુજરાતના બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યાં હતા. આ લઠ્ઠાકાંડ બાદ 39 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડથી પોલીસની છબી ખરડાઈ છે. પોલીસ પર પણ બુટલેગરો સાથે સાંઠગાંઠના આરોપો લાગ્યા હતા. આ બધા કારણોથી આ વખતે પોલીસ વધુ સક્રિય બની છે.

શામળાજી પોલીસે છેલ્લા 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 10 વાહનોમાંથી 42,179 બોટલ કબજે કરી છે. પોલીસે કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની સામે કડક પગલાં ભર્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?