મહિલા રેસલરની 6 જગ્યાએ થઈ છેડતી, બ્રિજ ભૂષણ વિરુદ્ધ 17 લોકોએ આપી જુબાની, ચાર્જશીટમાં ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-07-12 22:11:48

મહિલા રેસલર્સ અને બ્રિજભૂષણના મામલે એક નવો વણાંક આવ્યો છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 16-17 લોકોએ પોલીસ અને મેજિસ્ટ્રેટની સામે પીડિત કુસ્તીબાજ દ્વારા આપવામાં આવેલા નિવેદનોના સમર્થનમાં જુબાની આપી છે અને આરોપોને સાચા હોવાનું જણાવ્યું છે. ચાર્જશીટમાં પીડિત કુસ્તીબાજોના પતિ સહિત 6 પરિવારના સભ્યોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. કુલ મળીને 5 સાક્ષીઓ છે જે પરિવારના સભ્યો છે. પીડિતાઓના નિવેદનોને સમર્થન આપતા, ત્રણ સાથી રેસલર્સએ તેમની તરફેણમાં જુબાની આપી છે. આ સિવાય કુસ્તીબાજો દ્વારા પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા હતા, જે ચાર્જશીટનો એક ભાગ છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં છે, જેના આધારે દિલ્હી પોલીસે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.


શું છે દિલ્હી પોલીસની ચાર્જશીટમાં?


દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે, બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડન, છેડતી અને પીછો કરવાના ગુના માટે કેસ ચાલી શકે છે અને સજા થઈ શકે છે. બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354 (મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવી), કલમ 354A (જાતીય સતામણી), કલમ 354D (પીછો કરવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બ્રિજ ભૂષણને કેસમાં સુનાવણીનો સામનો કરવા માટે સાક્ષીઓ અને દસ્તાવેજોની તપાસ માટે બોલાવવામાં આવી શકે છે. દિલ્હી પોલીસે તપાસ દરમિયાન 108 સાક્ષીઓની પૂછપરછ કરી હતી. આ સાક્ષીઓમાં ડબલ્યુએફઆઈના અધિકારીઓ, કોચ, રેફરી, કુસ્તી ઈવેન્ટના સહભાગીઓ વગેરેનો સમાવેશ થાય છે. 108 માંથી 16-17 સાક્ષીઓએ કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સમર્થન આપ્યું છે.


6 જગ્યાએ થયું ઉત્પિડન


મળતી જાણકારી મુજબ, આ તસવીર સિરીફોર્ટ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. ચાર્જશીટ મુજબ, એક મહિલા કુસ્તીબાજએ છ જગ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં તેને લાગ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહે તેની છેડતી કરી છે. પૂર્વ WFI ચીફનો લાક્ષણિક પોઝને મહિલા કુસ્તીબાજએ આક્રમક રીતે લીધો હતો.  દિલ્હી પોલીસની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 'છ ટોચના કુસ્તીબાજોની ફરિયાદોની અત્યાર સુધીની તપાસના આધારે, બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણી, છેડતી અને પીછો કરવાના ગુના માટે કેસ ચલાવી શકાય છે અને સજા થઈ શકે છે".


ભાજપ આ તારી કેવી મજબુરી?


મહિલા રેસલર્સની જાતિય સતામણીના કેસમાં ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે દિલ્હી પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં 17  સાક્ષીઓએ તેની સામે જુબાની આપી છે અને તે મહિલા રેસલર્સનું 6 જગ્યાએ શોષણ થયાની પુષ્ટી પણ થઈ છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે સવાલ એ થાય છે કે ભાજપની એ કેવી મજબુરી છે કે તે બ્રિજ ભૂષણ સિંહનો બચાવ કરી રહી છે. દિલ્હીમાં થયેલા નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસને મુદ્દો બનાવીને લડીને ભાજપ સત્તામાં આવી છે, અને હવે જ્યારે ભાજપના જ એક નેતા પણ આવો ગંભીર આરોપ લાગ્યો છે તેમ છતાં પાર્ટી તેની વિરૂધ્ધ એક હરફ પણ ઉચ્ચરતી નથી. શું સત્તા એટલી બધી મહત્વની થઈ જાય છે કે તમે જ મુદ્દાઓના આધારે સત્તા પર આવો છો તે મુદ્દાઓની સામેનું વ્યક્તિત્વ તમારી જ પાર્ટીમાં હોય ત્યારે તમે આંખ આડા કાન કરો છો? સવાલ એ ઉભો થાય છે કે બ્રિજ ભૂષણના બદલે કોઈ વિપક્ષના નેતાનું નામ આવ્યું હોત તો તેની શું હાલત થઈ હોત. સત્તાધારી પક્ષના નેતા હોય એટલે શું તે દુધે ધોયેલા બની જાય છે?



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..