ગુજરાતમાં H3N2ને કારણે થયું મહિલા દર્દીનું મોત! વડોદરામાં દર્દીનું મોત થતા લોકોમાં વ્યાપ્યો ડર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-14 14:04:59

કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક દર્દીઓ H3N2 વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા આ વાયરસને કારણે અંદાજીત બે લોકોના મોત થયા હતા ત્યારે આજે ગુજરાતમાં પણ આને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. વડોદરામાં 58 વર્ષીય મહિલા દર્દીનું આને કારણે મોત નિપજ્યું છે આ વાયરસને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે. સારવાર માટે બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગુજરાતમાં H3N2ને કારણે મોત થતાં લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.


H3N2ના કારણે વડોદરામાં થયું મહિલાનું મોત!

દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસને કારણે લોકોની ચિંતા વધી છે તો બીજી તરફ H3N2ના કેસ પણ સતત વધી રહ્યા છે. H3N2ના અનેક દર્દીઓ નોંધાયા છે. થોડા દિવસ પહેલા આને કારણે 2 લોકોના મોત થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. વડોદરાના દર્દીનું મોત થયું છે. આ વાયરસનો ગુજરાતમાં પગપેસારો થઈ ગયો છે. જેને લઈ ચિંતા વધી છે. 


કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વધતા કેસને લઈ સતર્ક 

H3N2ના લક્ષણોની વાત કરીએ તો તેમાં શરદી ખાંસી, તાવ વગેરે અનેક દિવસો સુધી નથી જતા. બેવડી ઋતુને કારણે અનેક લોકો વાયરલના શિકાર બની રહ્યા છે. શરદી ખાંસીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર સતર્ક બની છે તે ઉપરાંત રાજ્ય સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. વધતા દર્દીઓને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

           



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...