૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય
અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના
વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં
વધારો ઝીંકાયો છે. ભારતીયો માટે વર્ક સ્પોન્સરશિપ અને લાંબા
ગાળાના યુનિવર્સિટી અભ્યાસક્રમો સુધીની વિવિધ શ્રેણીઓ અંર્તગત તમામને અસર થશે. એપ્રિલથી યુકે વિઝા ફીમાં ફેરફાર કરશે.યુકે સરકારે મોટાભાગની શ્રેણીઓમાં તેના વિઝા
અને ઇમિગ્રેશન ફી માળખામાં સુધારો કર્યો છે.
કેટલો વધારો થશે?
છ મહિનાના રેગ્યુલર વિઝિટર વિઝાની કિંમત હવે £૧૨૭ આશરે ૧૪ હજાર થશે, જે £૧૧૫ આશરે ૧૨,૭૦૦ હતી. લાંબા ગાળાના વિઝિટર વિઝા ફી પણ વધી રહી છે બે વર્ષના વિઝાની કિંમત £૪૭૫ થશે જે અગાઉ £૪૩૨ હતી.પાંચ વર્ષના વિઝાની કિંમત £૭૭૧ થી વધારીને £૮૪૮ કર્યા છે.દસ વર્ષના વિઝાની કિંમત £૧,૦૫૯ થશે જે પહેલા £૯૬૩ હતી.
ભારતીયો ને વિદેશ જવાનો શોખ દિવસે ને દિવસે વધી રહયો છે. કોઈપણ સરકાર કેટલો પણ
ખર્ચ વધારશે પણ જવા માટેનો ધસારો વધતો જ રહે છે. વિદેશની ઘેલછા હવે ઘટવાને બદલે વધી
રહી છે. લોકો સરકારના નિયમ અનુસાર લાયકાત ના ઘરાવે તો પણ તેઓ ડંકી રુટ વળે પણ જીવના જોખમે વિદેશ જાય
છે. અમેરિકામાં ટ્રમ્પ સરકારના બદલાયેલ નિયમો બાદ જે રીતે ભારતીયોને બંદી બનાવીને
પાછા મોકલ્યા હતા તે જોવા છતાંય લોકો હજી પણ વિદેશ જવા ઉતાવળા થતાં રહે છે. ડંકી રુટ
સાથે જીવના જોખમે લોકો વધુ નાણાં અને અગવડ ભોગવીને પણ ભારત છોડીને જઈ રહ્યા છે. રોજબરોજ છાપામાં સમાચાર આવે છે કે લોકો કેવી રીતે દર્દનાક મોતને ભેટે છે જે રૂંવાટા ઊભા
કરે છે છતાંય હજી પણ વિદેશ માટેની તૃષ્ણા સમાતી નથી.