Gujaratમાં કાળઝાળ ગરમીનો અહેસાસ, ગરમીથી બચવા માટે આપણી પાસે વ્યવસ્થાઓ છે પરંતુ ક્યારેય આપણે આ લોકો વિશે વિચાર્યું છે જે.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-24 12:30:30

ગરમીનો પારો સતત વધી રહ્યો છે..પાણી અથવા તો લિક્વીડ પદાર્થો પુષ્કળ માત્રામાં પીવા જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.. પરંતુ જ્યારે આપણે રસ્તા પર જઈએ અને તરસ લાગે ત્યારે? અનેક લોકો પોતાની સાથે પાણીની બોટલ લઈને જતા હોય છે પરંતુ અનેક લોકો પાણી નથી લઈને જતા.. જ્યારે તરસ લાગે છે ત્યારે અનેક જગ્યાઓ પર ઠંડા પાણીની વ્યવસ્થા  સામાન્ય માણસો દ્વારા કરવામાં આવે છે.. કોઈ જગ્યા પર પાણી આપવામાં આવે છે તો કોઈ જગ્યા પર મફતમાં છાશનું વિતરણ કરાય છે.. યથાશક્તિ તેઓ સમાજને મદદરૂપ થવાની કોશિશ કરે છે.. જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે લાગે છે કે માનવતા હજી જીવંત છે...   


કાળઝાળ ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર લોકો કરે છે કામ! 

ઘણી વખત આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોય છે કે આપણી આસપાસ શું બને છે, આપણી આસપાસ રહેતી વ્યક્તિ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેની જાણ પણ નથી હોતી.. કાળઝાળ ગરમીનો સામનો હમણા થઈ રહ્યો છે.. ગરમીથી બચવા માટે ઘરની બહાર ના નિકળવું જોઈએ તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ તેવા લોકોની વાત નથી કરવામાં આવતી જેમનું ઘર જ રસ્તા હોય..! એવા લોકો વિશે ઓછી વાત થાય છે જે આવી કાળઝાળ ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે.. 



ક્યારેય આપણે આ લોકો વિશે વિચાર્યું છે જે... 

જ્યારે આપણે થોડા સમય માટે ચામડી દઝાડતી ગરમીમાં બહાર નીકળીએ છે ત્યારે ત્રાહિમામ પોકારી ઉઠતા હોઈએ છીએ.. ક્યારે આપણે ઘરે પહોંચીએ અને એસી ચાલુ કરીને રાહતનો શ્વાસ લઈએ તેના વિચાર કરવા લાગીએ છીએ..નાના બાળકો બિમાર ના પડે તેની કાળજી રાખીએ છીએ પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર રહેતા લોકો, મજૂરી કરતા લોકોને કેટલી ગરમી સહન કરવી પડતી હોય છે.. તેમના પણ બાળકો નાના છે ક્યારેય આપણે એમના માટે વિચાર્યું કે તે કેવી પરિસ્થિતિમાં જીવતા હશે.. અનેક વખત એવા લોકો આપણને રસ્તામાં દેખાતા હોય છે જે આટલી આકરી ગરમીમાં પણ ચપ્પલ વગર ચાલે છે.. 


રોજીરોટી માટે ભર તડકામાં લોકો કરે છે મજૂરી 

જ્યારે આપણે આવા દ્રશ્યો જોઈએ છીએ ત્યારે આપણને મનમાં થાય કે આ લોકો તો આવી રીતે ટેવાઈ ગયા છે. આ લોકોને તો આદત છે આવી રીતે જીવવાની.. આ બધા વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ કે તે પણ માણસ છે.. જ્યારે આપણે આવા લોકોને જોઈએ ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે ઈશ્વરે તમને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આ લોકોને નથી મળી..ગરમીની ફરિયાદ કરતા પહેલા એક વખત આવા લોકોનો વિચાર કરવો જોઈએ જે ભર તડકે પોતાની રોજીરોટી માટે કામ કરે છે.. એ પછી સાઈટ પર કામ કરતો કોઈ મજૂર હોય છે કે પછી રસ્તામાં લારીને લઈ જતો વ્યક્તિ હોય..


આપણાથી શક્ય હોય તેટલી મદદ તો કરી શકીએને.. 

આપણે એમના માટે કંઈ ભલે ના કરી શકીએ પરંતુ માનવતાને મહેંકાવવાના પ્રયાસો તો કરી શકીએને.. આપણા ઘરે જ્યારે કોઈ નાનો, સામાન્ય વ્યક્તિ કોઈ પાર્સલ લઈને આવે, ગેસ સિલિન્ડરને લઈ આવે તો તેમને આપણે પાણીનું તો પૂછી જ શકીએને.. તેમને આવકારો તો સારો આપી શકીએને.. શક્ય હોય તેટલી મદદ તો આપણે કરી શકીએને માનવતાને મહેંકાવાની... 




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.