Papua New Guinea માં 7.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ધરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:08:41

Papua New Guinea: મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહેલાં થોડી સેકન્ડ હળવા આંચકા અનુભવાયા હતા અને પછી ભારે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ માર્સથી 60 કિમી દૂર રહ્યું. સૌથી વધુ વસ્તીવાળો વિસ્તાર અહીં કાયનાન્યૂ છે.

  

પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) માં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. પાપુઆ ન્યૂ ગિનીના લાઇમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના ભાર આંચકાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. લોકો પોત પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. તમને જણાવી દઇએ કે ઇંડોનેશિયા પાસે પ્રશાંત મહાસાગર ક્ષેત્રનો આ દેશ છે પાપુઆ ન્યૂ ગિની. અત્યાર સુધી કોઇ હતાહતની જાણકારી નથી. જોકે મોતનો આંકડો સામે આવી શકે છે કારણ કે ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. જે સામાન્ય કરતાં વધુ છે. 

ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભાગદોડ મચી હતી 

Papua New Guinea rocked by magnitude 7.6 earthquake, tsunami threat 'has  now passed' - ABC News


મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહેલાં થોડી સેકન્ડ હળવા આંચકા અનુભવાયા હતા અને પછી ભારે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ માર્સથી 60 કિમી દૂર રહ્યું. સૌથી વધુ વસ્તીવાળો વિસ્તર અહીં કાયનાન્યૂ છે. 


આટલી તીવ્રતા પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ

Papua New Guinea hit with 7.6 magnitude earthquake, Tsunami warning  withdrawn

સમાચાર લખાઇ રહ્યા છે કે ત્યાં સુધી નુકસાનની જોઇ જાણકારી મળી નથી. જોકે સમાચારો અનુસાર સ્થાનિક લોકોને ઉંચા સ્થળ પર જવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઇએ કે આ ક્ષેત્રોમાં મોટાભાગે આટલી તીવ્રતાના ભૂકંપ આવે છે. 


કેવી રીતે માપવામાં આવે છે ભૂકંપની તીવ્રતા?

ભૂકંપની તીવ્રતાને માપવા માટે રિક્ટર સ્કેલના માપદંડનો ઉપયોગ કરવામાં આવે છે. તેને રિક્ટર મેગ્નીટ્યૂડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની 1 થી 9 સુધી ના આધાર પર માપવામાં આવે છે. ભૂકંપની તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?