ડર તો લગતા હૈ સાહેબ...!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 14:52:04

દેશ અને પોતાને દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાવતું ભાજપ ભીંસમાં છે...કારણ કે ચૂંટણી ટાણે સરકારે કોઇ એવું રોબિન હુડ જેવી છાપ ઉભી કરી શકે તેવું કામ છોડ્યું નથી...અને નથી તો મોદી શાહને છોડી દેતા ગુજરાતમાં કોઇ એવો ચહેરો...3 દાયકા સુધી સરકાર સામેની એન્ટીઇન્કમબસી..અને મુદ્દાઓને લઇને સરખામણી કરતો નવો મતદાર...ચૂંટણી પહેલાની ભાજપની રણનીતિ ગણો કે પછી ડર...પણ ભાજપના મોટા નેતાઓથી લઇને કાર્યકર્તાઓ ગુજરાતના ખૂણા ખૂંદવાનું શરૂ કરી દીધું છે...કારણ છે માત્ર ડર.... 

પણ આ વખતનો ડર પણ કંઇક વિચિત્ર છે..કારણ કે આ વખતે ન તો 2017 જેવા સામાજીક આંદોલનો છે...ન તો 2012 કે 2017 જેવા ઠોસ મુદ્દાઓ છે..ન તો 200 બાદની હિન્દુ મુસ્લીમ વાળી થીયરીઓ છે...

આંકડાબાજીમાં કોંગ્રેસની બીક છે...

2002ને છોડી તો એ જાદુઇ 127ના આંકડાને પણ ભાજપ ક્રોસ નથી કરી શક્યું...2007માં તો 117...2012માં 115 અને એ 2017ની ચૂંટણી કે જેમાં 150નું લક્ષ્યાંક હતું એમાં પણ માત્ર 99 બેઠક આવી હતી...અને આ ગ્રાફ સતત ઉતરતી કક્ષાનો જ રહ્યો છે..મતલબ કંટાળેલો મતદાર કોંગ્રેસ બાજુ જઇ રહ્યો હતો...પરંતુ આ વખતની ચૂંટણીમાં 45 લાખ નવા મતદારો મેદાને છે...અને અનડિસાઇડેડ છે...જે ગમે તેની બાજી બગાડી પણ શકે છે...

પણ ભાજપના ભયસ્થાનો આ વખતે કંઇક વધારે છે

અપનો સે ભી ડર લગતા હૈ....!

01 ) ભાજપને આ વખતે પોતાના જ જૂના જોગીઓથી સૌથી વધુ બીક લાગી રહી છે

કોણ છે એ જૂના જોગીઓ જેનાથી ભાજપ ડરે છે...?


01 નીતિન પટેલ- ટિકિટ કાપી તો કાકાનો પારો જઇ શકે છે..અને જેમ મંત્રીપદ માટે 2017માં જીદ્દે ચઢ્યા હતા તેમ આ વખતે પણ રિસાઇ શકે છે....અને તેની અસર ઉત્તર ગુજરાતના અને ખાસ કરીને ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના પાટીદારો પર પડી શકે છે...

02 ) કુંવરજી બાવળિયા – જસદણનો એ ચહેરો જે કોળી સમાજનો મોટો ચહેરો ગણાય છે...અને પોતાની દાવેદારી પહેલાથી જસદણ પર ઠોકી ચુક્યા છે...એક કાર્યક્રમમાં બોલ્યા હતા ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરો...હવે જો કુંવરજીને કાપો તો કોળી નારાજ થાય અને બોધરા જૂથ ફાવી જાય...એના કરતાં વિરોધી પાર્ટી વધુ ફાવે તેવી પુરી શક્યતા છે...

03 ) પરસોત્તમ સોલંકી – બિમાર છે...પણ બાહુબલી છે...દરિયાઇ પટ્ટાના કોળી સમાજ પર ધાક છે...અને તેમના નાના ભાઇ હીરા સોલંકી પણ દાવેદારી કરી રહ્યા છે...જો કે આ કોળી બંધુઓને પણ નારાજ કરવા પોસાય તેમ નથી... 

04 ) જવાહર ચાવડા – આહીર જ્ઞાતિમાંથી આવે છે...જો કુંવરજીને કે અન્ય જૂના જોગીઓ પૈકી કોઇ એકને ટિકિટ મળે છે તો જવાહર ચાવડાને પણ રિપિટ કરવા પડે એ ભાજપની મજબૂરી બની શકે છે...

05 ) કેતન ઇનામદાર- ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાજપના કોઇ પણ રિપિટ થશે તો હું ચોક્કસ થઇશ જ...અપક્ષમાં રહીને પણ મોદી લહેર વચ્ચે જીતી શકે તેવી છાપ પોતાના વિસ્તારમાં છે...બરોડા ડેરીના વહિવટદારોને ભરી ભરી ગાળો ભાંડનારા કેતન ઇમાનદારને પણ ટિકિટ જોઇએ છે...

06 ) યોગેશ પટેલ – પહેલા તો મંત્રી ન બનાવ્યા...અને બાદમાં વડોદરામાં એઇમ્સ પણ ન આપી...આ વાતનો રંજ એમના રોમ રોમમાં છે...પ્રદેશથી લઇને દિલ્હી દરબાર સુધી રજૂઆતો કરી...અને પછી કહેવાનું શરૂ કર્યું કે આ અધિકારીઓ અમારૂં તો સાંભળતા જ નથી...એ મેસેજ અધિકારીઓ માટે નહીં પણ ભાજપના હાઇકમાન્ડ માટે હતો... 

07 ) મધુ શ્રીવાસ્તવ – બાહુબલી મધુ દર બે દિવસે ટિકિટ માંગે છે...હું લડીશ જીતીશ...અને ભાજપની ફોર્મ્યુલા પણ એ જ છે કે જે જીતે છે એને ટિકિટ મળી જશે...હવે વારંવાર લોકો અને અધિકારીઓને ધમકાવતા આ બાહુબલીની ટિકિટ કેવી રીતે કપાય છે...કે પછી અપાય છે...

08 ) ગણપત વસાવા- ભાજપનો સૌથી મોટો આદિવાસી ચહેરો છે..પૂર્વ મંત્રી અને ખુબ લાંબા સમયથી ભાજપના સક્રિય કાર્યકર રહ્યા છે...એમની ટિકિટ કપાય તો પણ આદીવાસી મતદારો નારાજ થાય તેવી ભીતી સેવાઇ રહી છે...

કોંગ્રેસી ગૌત્રવાળા સાચવવા પણ કાઠા છે...!

નોંધવા જેવી વાત એ છે કે ભાજપના જ સાથીઓ સિવાય જે નેતાઓને કોંગ્રેસમાંથી ઇમ્પોર્ટ કર્યા હતા..જેમને ટિકિટો અને મોટા મોટા પદોની ઓફરો અપાઇ હતી...એ તમામ કોંગ્રેસી ગૌત્રના નેતાઓને સાચવવા પણ એટલા જ અઘરા છે...

ધડાધડ ગોઠવ્યા છે મોદી શાહના કાર્યક્રમો 

આ તો થયા એમના પોતાના પણ જે પારકા છે એ પણ સૌથી વધુ ડરાવી રહ્યા છે...જે દિલ્હીથી આવે છે...અને એમાં છે આમ આદમી આર્ટી...કારણ છે ગુજરાતના સોશિયલ મીડીયામાં ચાલતો કરંટ ભાજપને બીવડાવે છે એમાં કોઇ બેમત નથી..આ ડરની ઇન્ટેન્સીટી 2017ના આંદોલનો જેટલી જ હોય તેવું પણ લાગી રહ્યું છે...અને એ જ કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ એક બાદ એક ગુજરાતના પ્રવાસોનો વરસાદ વરસાવી રહ્યા છે...માત્ર જ દિવસમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાગ 20 જેટલા કાર્યક્રમોમાં ગુજરાતમાં હાજરી આપવાના છે...

કોંગ્રેસને પણ ફાળ પડી છે...!

રાજનીતિનો વણકહ્યો નિયમ છે.જે ગાજે છે એ એટલા જ વરસી પણ પડશે એવું માની લેવાની જરૂર નથી..પણ તેમ છતાંય કોંગ્રેસને બીક લાગવાના કારણો છે એ જ કારણથી ભાજપ પણ ડરી રહી છે...અને કદાચ બંન્ને રાજ્યની મોટી પાર્ટીઓનો ભય પણ એક જ જેવો હોય એવું પહેલી વાર બની રહ્યું છે...કારણ કે કોંગ્રેસને પોતાની વોટબેંકમાં સેંધ પડવાની બીક છે..જે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં થયું હતું...અને સાથે જ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઓવૈસી પણ મત મુસ્લિમ મતોમાં ભાગ પાડવા હાજર છે...એમણે પણ 3 ઉમેદવારો તો ઉભા રાખી દીધા છે...અને એમાં પણ અમદાવાદની ખાડીયા બેઠક પણ દલિય મહિલાને ટિટિક આપી દીધી છે...ચોગટાબાજી રમાઇ રહી છે...અને ભાજપ કોંગ્રેસને ફાળ પડી છે...જોકે  આમ આદમી પાર્ટીને તો જેટલો નફો એટલો વકરો છે...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?