વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતમાં રૂ. 37,059 કરોડનું FDI આવ્યું, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી મોખરે


  • Published By :
  • Published Date : 2023-06-26 20:30:59

દેશમાં ગુજરાતની ગણના એક ઔદ્યોગિક રાજ્ય તરીકે થાય છે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને તેના દ્વારા લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. જો કે તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં રસપ્રદ હકીકત સામે આવી છે. જે મુજબ ગુજરાત દેશના અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીથી પાછળ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા વિવિધ રાજ્યોમાં નાણાંકીય વર્ષ 2022-23ના FDI ઇનફ્લોના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.


વર્ષ 2022-23માં 37,059 કરોડનો FDI ઈન્ફ્લો 


DPIIT દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વર્ષ 2022-23 દરમિયાન સૌથી વધુ FDIનો મૂડીપ્રવાહ મેળવનાર રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે. વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતમાં રૂ. 37,059 કરોડનું  FDI આવ્યુ છે, અને ગત વર્ષ કરતા સીધા વિદેશી મૂડીરોકાણમાં 83 ટકાનો વધારો દર્શાવે છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં 20,169 કરોડ અને વર્ષ 2020-21માં 1,62,830 કરોડ રૂપિયાનું વિક્રમી સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતુ. આમ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 2,39,025 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું છે. વર્ષ 2022-23માં ગુજરાતના 33 માંથી માત્ર 15 જિલ્લાઓ FDIને આકર્ષવામાં સફળ રહ્યા છે, રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ અને ત્યારબાદ ગાંધીનગર, વલસાડ અને સુરતમાં વિદેશી રોકાણ આવ્યું છે.


વર્ષ 2022-23માં 471 કરોડ ડોલરનું  FDI 


ગુજરાતમાં ડોલર સ્વરૂપે આવેલા  FDI ઈન્ફ્લો અંગે વાત કરીયે તો ગુજરાતમાં વર્ષ 2020-21માં 2189 કરોડ ડોલર, વર્ષ 2021-22માં 270 કરોડ ડોલર અને વર્ષ 2022-23માં 471 કરોડ ડોલરનું  FDI આવ્યું છે. આમ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 3190 કરોડ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે.


રાજ્યમાં FDI ઈન્ફ્લો ઉત્તરોત્તર ઘટ્યો


અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષમાં FDI ઈન્ફ્લોમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020+21માં વિક્રમી 1.62 કરોડ રૂપિયાનું  FDI હાંસલ કરીને સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવનાર રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જો કે ત્યાર બાદના વર્ષ 2021-22માં માત્ર 20169 કરોડ રૂપિયાનું  FDI આવતા આ યાદીમાં છઠ્ઠા ક્રમે આવી ગયું હતું.


ધોલેરા SIRમાં સ્થપાશે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ


ગુજરાતમાં સપ્ટેમ્બર 2022માં અમદાવાદ નજીક ધોલેરા SIR ખાતે વેદાંતા-ફોક્સકોનનો સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવાનું નક્કી કરાયું છે. આ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ ભારતનો પ્રથમ ચીપ પ્લાન્ટ હશે. આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ એ વેદાંત-ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે અને તેમાં 1.54 કરોડ રૂપિયાનું રોકાણ થવાની અપેક્ષા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?