વિદેશી મૂડી રોકાણ મામલે દેશને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકાર માટે પણ આ મોટી પીછેહઠ મનાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિદેશી મૂડીરોકાણમાં 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. RBIના સ્ટેટ ઓફ ધ ઈકોનોમી નામના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાકિય વર્ષ દરમિયાન ગ્રોસ ઈનવાર્ડ FDIમાં 16 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.
FDI કેટલું ઘટ્યું?
FDI ના આ આંકડા મુજબ નાણાકિય વર્ષ 2021-22માં 84.8 બિલિયન ડોલર રહી ગયું છે. આ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન 16.3 ટકાથી ઘટીને 71 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે. આ છેલ્લા એક દાયકામાં પહેલો મોટો ઘટાડો છે. જો નેટ બેઝિસ પર નજર કરીએ તો FDI 27.5 ટકા ઘટીને 28 બિલિયન ડોલર થયું છે. જાન્યુઆરીમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2022માં ચીનમાં FDIનો પ્રવાહ 8 ટકા વધીને 189 બિલિયન ડોલર થઈ ગયું હતું.
FDI શા માટે ઘટ્યું?
દેશમાં વિદેશી મૂડી રોકાણમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક મંદી છે. જો કે સૌથી મોટો ઘટાડો તો મેન્યુફેક્ચરિંગ, આઈટી સર્વિસીસ, ટેલિકોમ જેવા સેક્ટરમાં જોવા મળ્યો છે. અમેરિકા, સ્વિઝર્લેન્ડ અને મોરેશિયસથી એફડીઆઈમાં ઘટાડો નોંધાયો છે. નાણાકિય વર્ષ 2021-22માં નેટ એફડીઆઈના આંકડા 38.6 બિલિયન ડોલર રહ્યું હતું. જે છેલ્લા નાણાકિય વર્ષમાં ઘટીને 28 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે.