આવી ગઈ બાપાની સવારી! Maharastraના લાલબાગચા રાજાની પહેલી ઝાંખી આવી સામે, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-16 14:12:38

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. ભારતને ઉત્સવાનો દેશ પણ કહેવાય છે. વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો ભારતભરમાં પ્રચલિત થઈ જતા હોય છે. જેમ ગુજરાતની નવરાત્રી ફેમસ છે તેમ મહારાષ્ટ્રનો ગણપતિ મહોત્સવ ફેમસ છે. રાજસ્થાનમાં ગણગોર તો બંગાળમાં દુર્ગાપૂજા ફેમસ છે. ત્ચારે હવે ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. 

લાલબાગના રાજાની પ્રથમ ઝાંખી જોવા મળી 

19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થવાની છે. બાપાનું સ્વાગત કરવા ભક્તો ઉત્સાહિત છે. ભક્તોનો ઉત્સાહ ત્યારે બમણો થયો જ્યારે મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝાંખી સામે આવી. આ પંડાલમાં વર્ષોવર્ષથી લાંબી કતારો જોવા મળતી હોય છે. આ પંડાલમાં ભક્તોની આસ્થા અતૂટ છે જેને કારણે જ લાલબાગ ગણપતિના દર્શન કરવા સામાન્ય માણસથી લઈ મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ આવતા હોય છે. બાપાની પ્રથમ ઝાંખી જોઈ ભક્તોનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે.            



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?