ઓડિશા ટ્રેન અકસ્માતમાં દીકરો મૃત્યુ પામ્યો તે વાતને ન સ્વીકારી પિતાએ! લાશોના ઢગલામાંથી જીવતો શોધી કાઢ્યો દીકરો, વાંચો ઈમોશનલ કરી દે તેવી પિતાની કહાણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 13:03:10

ઓડિશા ટ્રેન અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે.  200થી વધારે લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ આજે લોકોના મૃત્યુ પર નહીં પરંતુ અકસ્માતમાં બચેલા લોકો વિશે વાત કરવી છે. જ્યારે મૃતકોના પરિવારે આ ઘટના અંગે સાંભળ્યું હશે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હશે. અનેક પરિવાર આ ઘટનામાં વિખેરાઈ ગયા હતા. ત્યારે એક પિતાને વિશ્વાસ હતો કે તેમનો દીકરો ન મરી શકે તે જીવે છે. અને તેમનો આ જ વિશ્વાસ સાચો સાબિત થયો. 


ઘરે આવી પિતાએ સાંભળ્યા ટ્રેન અકસ્માતના સમાચાર! 

આ વાત છે એક પિતાની જેમનું નામ હેલારામ મલિકની જે ગુરુવારે પોતાના 24 વર્ષના જુવાન દીકરાને કોલકાતા રેલ્વે સ્ટેશન પર મૂકવા ગયા હતા હેલારામને કોલકત્તામાં નાનકડી દુકાન છે. દીકરો કમાતો થાય એટલે ઘરની જવાબદારી વહેંચાઈ જાય. આવા સપનાં સાથે કામ માટે વિશ્વજીતને કોલકત્તાથી દક્ષિણ ભારત મોકલવાનો હતો. આ માટે કોલકત્તાથી ચેન્નાઈ માટે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં તેને બેસાડયો અને હેલારામ મલિક હરખાતા ઘરે પાછા ફર્યા. રાત પડી ત્યાં ટીવીમાં સમાચાર જોયા કે ઓરિસ્સાના બાલાસોર પાસે કોરોમંડલ એક્સપ્રેસનો ભયંકર અકસ્માત થયો છે. ડબ્બા પાટા પરથી નીચે પડી ગયા. અને આ ઘટનામાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં છે. આ સમાચાર સાંભળતાં જ હેલારામ મલિકનો પરિવારનો પરિવાર શોકમાં ડૂબી ગયો. 


ભગવાન પર વિશ્વાસ રાખી દીકરાને શોધવા નિકળી પડ્યા પિતા!

પણ હેલારામે ભગવાન પર વિશ્વાસ રાખીને કહ્યું, તમે કેમ માની લીધું કે આપણો વિશ્વજીત પણ મરી ગયો હશે. મને અંદરથી ઈશ્વર સંકેત આપે છે કે આપણો વિશ્વજીત જીવતો છે. તમે ચિંતા ના કરો, હું હમણાં જ બાલોસોર જવા નીકળું છું અને મારા દીકરાને શોધી લાવું છું. પછી તે પિતા પોતાના દીકરાને શોંધવા નિકળી પડ્યા. ચાર કલાકની સફર કરીને હેલારામ રાત્રે લગભગ ત્રણ વાગ્યે બાલાસોર પહોંચ્યા. 


હોસ્પિટલમાં દીકરો ન મળતા શબઘરમાં શોધવા ગયા! 

ચારેય તરફ અફરા તફરીનો માહોલ હતો, રોકકળને ચિચિયારોની ગુંજ રહી હતી. તેમણે કોઈને પૂછ્યું કે, ઘાયલોને કઈ હોસ્પિટલમાં લઈ જવાયા છે? જવાબ મળ્યો, અલગ અલગ સાત હોસ્પિટલમાં લઈ જવાયા છે. બધી આસપાસ છે. દરેક હોસ્પિટલમાં જવા સિવાય હેલારામ પાસે કોઈ છૂટકો નહોતો. તે એમ્બ્યુલન્સ લઈ લઈને અલગ અલગ ચાર હોસ્પિટલ ફર્યા પણ દીકરો મળ્યો નહીં. હોસ્પિટલમાં એક કમ્પાઉન્ડરે હેલારામનો ચિંતિત ચહેરો જોઈ પૂછ્યું, તમે દીકરાને શોધવા શબઘર જાવ. હેલારામે કહ્યું, પણ મારો દીકરો જીવતો છે. કમ્પાઉન્ડરે કહ્યું, હોસ્પિટલમાં તો નથી ને? તો પછી આશા કેમ રાખો છો? જાવ ત્યાં તપાસ કરો. ભારે હૈયે હેલારામ શબઘર પહોંચે છે. ત્યાં મોટાહોલમાં લાશોના ઢગલા પડ્યા હતા. 


શબઘરમાં જે બન્યું તે ચમત્કારથી ઓછું ન હતું!

આટલા બધામાંથી મારા દીકરાને કેમ ઓળખવો? શબઘરમાં લાશ ગોઠવવાનું કામ કરી રહેલા કર્મચારીએ કહ્યું, અહીંયા ન હોય તો નજીકમાં બહાનગા હાઈસ્કૂલ છે. ત્યાં પણ ઘણી ડેડબોડી રાખી છે. ત્યાં તપાસ કરો.પછી હેલારામ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો સવાર થઈ ગઈ થી એ સવાર હેલારામ અને તેમના પરિવાર માટે એક નવી આશા લાવવાની હતી કારણકે તે દિવસે જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું ન હતું. સ્કૂલે પહોંચ્યા તો જવાબ મળ્યો- મૃતદેહને અહીં દરવાજે ઊભા રહીને જોઈ લો. નજીક જવાની પરવાનગી નથી.દૂર થી તે પિતાએ પોતાનો દીકરો ઓળખી લીધો દીકરાનો મૃતદેહ હતો પણ તેનો હાથ હલતો હતો. 


લાશોના ઢગલામાંથી દીકરાનો હાથ હલતો દેખાયો!

હેલારામની આંખના ખૂણેથી આંસૂ સરી પડ્યા. એણે ગળગળા અવાજે હાજર સ્ટાફને કહ્યું, જુઓ, મારા દીકરાનો હાથ હલે છે. એ જીવે છે. સ્ટાફે કહ્યું, એવું હોય નહીં, આ બધી બોડી તો રાતની આમ જ પડી છે. હેલારામે કહ્યું, જુઓ તો ખરા. તમે ના પાડશો તો હું ચાલ્યો જઈશ. સ્ટાફે જોયું તો મૃતદેહોના ઢગલા વચ્ચે એકનો હાથ સહેજ હલતો દેખાયો. તરત સ્ટાફે નજીક જઈ માથા પરથી ચાદર હટાવી નાક પાસે આંગળી મૂકી તો શ્વાસ ચાલતા હતા. તેણે બીજા મદદગારોને બૂમ પાડી અને મૃતદેહના ઢગલામાંથી જીવતી વ્યક્તિને બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યો.  શાસ્ત્રોમાં કહેવાયું છે કે, માતા-પિતા અને પત્ની મૃત્યુના મુખમાંથી પણ પાછા લાવી શકે. જો હેલારામ રાત્રે બાલાસોર પહોંચ્યા ન હોત ને રાહ જોઈ હોત તો શબઘરમાં જીવતો પડેલો દીકરો કદાચ સાચે જ મરી ગયો હોત. 


આવો જ એક બીજો કિસ્સો પણ સામે આવ્યો હતો!

એવોજ એક બીજો કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં દુલાલ મઝુમદાર નામનો એક વ્યક્તિ દુર્ઘટનાના 48 કલાક બાદ પણ ટ્રેનની નીચે ફસાયો હોવા છતાં તેનો જીવ બચી ગયો છે બે દિવસ સુધી બચાવકર્મીઓ ત્રણેય ટ્રેનોના કાટમાળની આસપાસ બચી ગયેલા લોકોને શોધવા માટે દોડધામ કરી રહ્યા હતા.રવિવારે સાંજે 5:30 વાગ્યે એક સામન્ય અવાજ સાંભળ્યો. ટ્રેનના નીચેથી અને બધાને આશ્ચર્ય થયું કે આવા ટ્રેન અકસ્માતમાં કોઈ 48 કલાક સુધી ખાધા પીધા વગર કઈ રીતે બચી શકે  દુલાલ મઝુમદાર જ્યારે અકસ્માત થયો ત્યારે તે કોરોમંડલ એક્સપ્રેસના જનરલ ડબ્બામાં હતો.  અને આ પણ એક ચમત્કાર જ કે તે વ્યક્તિ પણ બચી ગયો. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન જેને બચાવે તેને કોણ મારી શકે. ત્યારે આવા કિસ્સાઓ, આવી ઘટનાઓ ભગવાન પરનો વિશ્વાસ દ્રઢ કરાવે છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..