કપડવંજમાં પિતા-પુત્રીએ કર્યો આપઘાત, પુત્રીની હત્યા કરી પિતાએ ગળે ફાંસો ખાઈ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2022-12-10 17:30:36

2019માં કોરોનાની ઝપેટમાં આવી અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા. પોતાના સ્વજનથી દૂર થવાને કારણે અને તેમની યાદો આવવાને કારણે દુખી થઈ જતા હોય છે. ત્યારે કપડવંજમાં એક એવી ઘટના બની જેમાં કોરોનામાં એક સભ્યે પોતાનો જીવ ગુમાવી દીધો. જેને કારણે દુ:ખી થઈ પિતાએ તેમની 10 વર્ષની પુત્ર સાથે આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધી છે.

મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટ.

આત્મહત્યા પહેલા લખી સુસાઈડ નોટ

કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકોના મૃત્યું થયા છે. ત્યારે કપડવંજથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા કરી પોતે પણ મોતને વહાલું કરી લીધું. તેમના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી જેમાં શા માટે આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યું તેનો ઉલ્લેખ ન હતો પરંતુ એક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


દીકરીના મૃતદેહ પાસે મળ્યો મૃત માતાનો ફોટો 

ભાવિકભાઈની પત્નીનો ફોટો જોએલની બાજુમાં પડ્યો હતો. ઉપરાંત પાડોશીના જણાવ્યા અનુસાર ભાવિકભાઈ તેમની પત્નીના ફોટો પણ સ્ટેટસમાં રાખતા હતા. આ કારણોસર એવું માનવામાં  આવી રહ્યું છે કે પત્નીની યાદમાં તેમણે આ પગલું ભર્યું છે. આત્મહત્યાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ આરંભી દીધી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.