બનાસકાંઠાના આ ગામમાં પતંગબાજી પર છે પ્રતિબંધ, નિયમ તોડનારાને થાય છે 11 હજારનો દંડ, જાણો શા માટે


  • Published By :
  • Published Date : 2023-01-15 13:37:35

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ભારે હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર યુવાનોમાં સૌથી વધું લોકપ્રિય છે. લોકો પતંગબાજી માટે કાતિલ ઠંડીમાં પણ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ચઢી જાય છે. જો  કે રાજ્યનું એક ગામ એવું પણ છે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે.  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં જો કોઈ પતંગ ચઢાવે તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે.


વર્ષ 1991થી જ છે પ્રતિબંધ 


ફતેપુરા  ગામના વડીલો દ્વારા 1991માં આ નિયમ કરવામાં આવ્યો હતો, જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈને ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો દંડ ફટકારવામાં આવે છે. જે દંડની રકમ રૂપિયા 11 હજાર નક્કી કરવામાં આવી છે અને તે ઉપરાંત 5 બોરી અનાજનો ધર્માદો પણ કરવો પડે છે.


શા માટે છે કડક નિયમ


ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી, મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે. વળી વીજ કરંટ લાગવાથી અને ધાબા પરથી પડી જવાથી ભૂતકાળમાં કેટલાક લોકોના મોત પણ થયા થે. આ કારણે ગામ લોકોએ સર્વસંમતિથી ગામમાં પતંગ નહીં ચઢાવવાનો નિર્ણય કર્યો હતો અને આ નિયમનું આજે પણ પાલન કરવામાં આવે છે. 


ઉત્તરાયણ કેવી રીતે માનાવાય છે?


ફતેપુરા ગામમાં ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી લોકો પતંગ ચઢાવવાના બદલે  યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે. જ્યારે ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને કુતરા માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?