મહેસાણાના યુગલે કેનેડામાં કર્યા પ્રેમલગ્ન, યુવતીના પરિવારજનોનો યુવકના માતા-પિતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-07-17 19:30:52

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલિયા ગામના યુવકે બાજુના બાજુના ગામ ગવાડાની યુવતી સાથે કેનેડામાં પ્રેમલગ્ન કરી લેતાં મામલો વણસ્યો હતો. યુવકે પ્રેમ લગ્ન કરી લીધા તે બાબતની અદાવત રાખી યુવતીના પરિવારના 15થી વધુ લોકોનું ટોળું યુવકના ઘરે પહોંચ્યું હતું તેમણે યુવકના મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. આ લોકો યુવકની માતાનાં કપડાં ફાડી લાકડીથી માર મારવા લાગ્યા હતા.  તોફાની તત્વોએ માતા-પિતાને ઢોર માર માર્યો હતો અને ઘરનો સામાન તોડી નાંખ્યો હતો. યુવકના પિતા દ્વારા બનાવ અંગે લાડોલ પોલીસ સ્ટેશનમાં 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


સમગ્ર મામલો શું હતો?


આ ઘટનાની વિગતો કોઈ સરસ ફિલ્મી લવસ્ટોરી જેવી છે. સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો મુજબ વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડા ખાતે રહે છે તેમજ બાજુના ગવાડા ગામના ચિરાગ પટેલની દીકરી પણ કેનેડામાં રહે છે, આ બંને યુવક-યુવતી પરિચયમાં આવ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. આ પ્રેમ લગ્નથી ગુસ્સે થયેલા યુવતીના પરિવારજનો 4 ફોર-વ્હીલ અને એક પિકઅપ ડાલામાં બેસી લાકડીઓ, ધોકા સહિતનાં હથિયારો સાથે યુવકના પિતાના ઘરે દોડી આવ્યા હતા. તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી છે એમ કહી યુવકના ઘરમાં ઘૂસી માતા-પિતા પર હૂમલો કર્યો હતો. યુવતીના પરિવારજનોએ મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી. યુવકના પિતાને લોખંડની પાઈપથી ફટકાર્યા હતા જો કે પોલીસ આવી જતાં તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો. 


પોલીસે શું કહ્યું ?


બિલિયા ગામની આ સમગ્ર ઘટના મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતીના પરિવારજનો સામે-સામે ફરિયાદ નોંધાવી છે. લાડોલ પોલીસ સ્ટેશનના PSIએ મીડિયાને જણાવ્યું કે ગઈકાલે રાત્રે સમગ્ર ઘટના બની હતી. જેમાં યુવકનાં માતા-પિતા પર યુવતીનાં કુટુંબીજનોએ હુમલો કર્યો હતો.સમગ્ર મામલામાં કેનેડામાં યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતાં અમે તપાસ કરી હતી, અમે ત્યાં કેનેડામાં યુવતીનો સંપર્ક કરતાં કેનેડામાં યુવક-યુવતી સહી સલામત હોવાની વિગતો સામે આવી હતી. યુવકનાં માતા-પિતા પર હુમલો કરનાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?