મહેસાણા હાઈવે પર ભીષણ અકસ્માત, કલોલના એક દંપતી અને ટ્રક ડ્રાઈવર સહિત 3 લોકોનું ઘટના સ્થળે જ મોત


  • Published By :
  • Published Date : 2023-06-26 17:14:56

રાજ્યના મોટા હાઈ વે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે, અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. મહેસાણા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને એકત્રિત થયેલા લોકોએ વિજાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.અત્યંત ભયાનક એવા આ અકસ્માત બાદ અરેરાટી વ્યાપી ગઈ હતી.


દર્શનાર્થે જઈ રહ્યું હતું કલોલનું દંપતી 


અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, કલોલનું દંપતી આજરોજ સવારે 8 વાગ્યા આપસાસ કારમાં રાજસ્થાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું. તે દરમિયાન મહેસાણાની રણછોડપુરા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી તરફ ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પણ મૃત્યુ થયું હતું. 


ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

 

પોલીસે દુર્ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય મૃતકોના મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને સમગ્ર અકસ્માતની ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?