રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેઓ આ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલ આ યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા રાહુલ ગાંધીની આ યાત્રામાં સામેલ થવાના છે. આ યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે તે દરમિયાન તેઓ આ યાત્રામાં જોડાશે તેવી તેમણે જાહેરાત કરી છે.
આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું - અબ્દુલ્લા
રાહુલ ગાંધીની આ યાત્રામાં અનેક નેતાઓએ ભાગ લીધો છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારે લખનઉ પહોંચશે જ્યાંથી જમ્મુ કાશ્મીર શરૂ થાય છે ત્યારે હું ત્યાં જઈશ અને રાહુલ સાથે ચાલીશ. અમે આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું. એકજૂથ રહેવું એ સમયની માગ છે.
પ્રિયંકા ગાંધી આ યાત્રામાં થઈ શકે છે સામેલ
ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ ચૂકી છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે, કાશ્મીરથી નીકળેલી આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે. ત્યારે આ યાત્રામાં નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા પણ જોડાવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે.