પંજાબ-હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો ફરી એકવાર તેમની માંગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. તેમના પ્રદર્શનને જોતા રાજધાની દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણોને ઝડપથી લાગુ કરે, અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી માટે કાયદો બનાવે. ખેડૂતો તેમની આ માંગણીઓને લઈ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.
2500 ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ કૂચ
ખેડૂત સંગઠનોના ટ્રેક્ટર દિલ્હી તરફ જવા લાગ્યા છે. દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતોને રોકવા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો લગભગ 2500 ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આવી રહ્યા છે. હરિયાણામાં તેમને રોકવા માટે બે સ્ટેડિયમમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. ખેડૂતોના વિરોધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને CJIને એક પત્ર લખીને આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવા જણાવ્યું છે. તેના પર CJIએ કહ્યું કે જો કોઈને ટ્રાફિક જામની સમસ્યા હોય તો અમને જણાવો.
મંત્રી અર્જુન મુંડાએ શું કહ્યું?
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે સરકારે ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે. સરકાર MSP ગેરંટી સંબંધિત માંગ પર ચર્ચા કરવા તૈયાર છે. લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો વિચાર-વિમર્સ વિના ઉતાવળમાં લાવી શકાય નહીં.
#WATCH टिकरी बॉर्डर: अपनी मांगों को लेकर किसानों के विरोध प्रदर्शन के मद्देनजर टिकरी बॉर्डर पर किसानों को रोकने के लिए बैरिकेडिंग की गई।
वीडियो ड्रोन से ली गई है। pic.twitter.com/8vqJgBjQOA
— ANI_HindiNews (@AHindinews) February 13, 2024
ખેડૂતો સાથેની ચર્ચા નિષ્ફળ રહી
#WATCH टिकरी बॉर्डर: अपनी मांगों को लेकर किसानों के विरोध प्रदर्शन के मद्देनजर टिकरी बॉर्डर पर किसानों को रोकने के लिए बैरिकेडिंग की गई।
वीडियो ड्रोन से ली गई है। pic.twitter.com/8vqJgBjQOA
ખેડૂતોને મનાવવા માટે સોમવારે લગભગ પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા હાજર હતા. પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઇચ્છતા હતા. આના પર મામલો વધુ વણસી ગયો હતો. તે પછી, ખેડૂત નેતાઓએ આરપારની જંગની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી તરફ કૂચ કરશે... ગાઝીપુર, સિંઘુ, સંભુ, ટિકરી સહિતની તમામ સરહદોને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શંભુ બોર્ડર પર 10 હજાર ખેડૂતો એકઠા થયાઃ સરવન સિંહ પંઢેર
ખેડૂતોના વિરોધનું નેતૃત્વ કરી રહેલા પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે શંભુ બોર્ડર પર 10 હજાર ખેડૂતો એકઠા થયા છે. તેમણે કહ્યું કે ખેડૂતો શાંતિ જાળવી રહ્યા હતા, પરંતુ ડ્રોનથી અમારા પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે શું કહ્યું?
અમે જે કહી રહ્યા છીએ તે નવી માંગ નથી. તે સરકાર દ્વારા અમને કરવામાં આવેલી પ્રતિબદ્ધતા હતી. અમે વારંવાર તે પ્રતિબદ્ધતાઓ તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારે આજદિન સુધી કોઈ ગંભીરતા દાખવી નથી.
ખેડૂતોને છે અમારૂ સમર્થન-રાકેશ ટિકૈત
ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે MSP ગેરંટી એક્ટ અને સ્વામીનાથન કમિટિનો રિપોર્ટ, વીજળી સુધારા બિલ અને લોન માફી દેશભરના ખેડૂતોના મુદ્દા છે. દેશમાં ઘણા ખેડૂત સંગઠનો છે અને તેમની પાસે અલગ-અલગ મુદ્દા છે. દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતો માટે જો સરકાર કોઈ મુશ્કેલી ઊભી કરશે તો અમે તેમને સમર્થન આપીશું.