પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. દરમિયાન આજે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ભારતીય કિસાન યુનિયન સિદ્ધુપુરના પ્રમુખ જગજીત સિંહ ડલ્લેવાલ (Jagjit Singh Dallewal)એ આ અંગે જાહેરાત કરી હતી.
જગજીત સિંહ ડલ્લેવાલે શું કહ્યું?
ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે સરકારની દાનતમાં ખોટ છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર 23 પાક માટે MSP (ટેકાના ભાવ) માટે ફોર્મ્યુલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. ડલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્તનું વજન કરીએ તો તેમાં કશું જ દેખાતું નથી. આપણી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ (Palm Oil) ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત.
#WATCH शंभू बॉर्डर: किसान नेताओं ने MSP पर सरकार के प्रस्ताव को खारिज कर दिया।
किसान नेता जगजीत सिंह डल्लेवाल ने कहा, ''...दोनों मंचों की चर्चा के बाद ये तय हुआ है कि विश्लेषण करें तो सरकार के प्रस्ताव में कुछ भी नज़र नहीं आ रहा है... ये किसानों के पक्ष में नहीं है। हम इसे खारिज… pic.twitter.com/CTwsAA4S5m
— ANI_HindiNews (@AHindinews) February 19, 2024
21 ફેબ્રુઆરીએ ખેડૂતો કરશે દિલ્હી તરફ કૂચ
#WATCH शंभू बॉर्डर: किसान नेताओं ने MSP पर सरकार के प्रस्ताव को खारिज कर दिया।
किसान नेता जगजीत सिंह डल्लेवाल ने कहा, ''...दोनों मंचों की चर्चा के बाद ये तय हुआ है कि विश्लेषण करें तो सरकार के प्रस्ताव में कुछ भी नज़र नहीं आ रहा है... ये किसानों के पक्ष में नहीं है। हम इसे खारिज… pic.twitter.com/CTwsAA4S5m
ખેડૂત નેતા પંઢેરનું કહેવું છે કે અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાના છીએ. હાલ સરકાર સાથે વધુ કોઈ બેઠક થશે નહીં. પરંતુ અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ. ડલ્લેવાલે કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમને શાંતિથી દિલ્હીમાં બેસવાની મંજુરી આપે. અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરીએ છીએ.