Gujratના ખેડૂતોને માત્ર આટલા કલાક અપાય છે વીજળી, વિધાનસભામાં સરકારે કરી કબૂલાત કે 24 કલાક નહીં પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-07 12:23:02

વિધાનસભામાં જ્યારે સત્ર ચાલતું હોય તે દરમિયાન અનેક રાજ સામે આવતા હોય છે! સરકાર માટે રાખેલી અનેક ભ્રમણાઓ દૂર થતી હોય છે. અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને સરકાર તરફથી જવાબ પણ આપવામાં આવતા હોય છે. જવાબમાં અનેક એવા આંકડા રજૂ કરવામાં આવે છે જે સાંભળીને, વાંચીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે! આ વાત અમે ખેડૂતને મળતી વીજળીને લઈ આપવામાં આવેલા જવાબ પર કહી રહ્યા છીએ. એવું લાગતું હતું કે ખેડૂતોને અનેક કલાકો સુધી વીજળી આપવામાં આવતી હશે પરંતુ વિધાનસભામાં સરકારે પોતે કબૂલ્યું કે ખેડૂતોને 15 કલાક નહીં પરંતુ માત્ર 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. 


અનેક વખત ખેડૂતોને આવે છે રડવાનો વારો! 

ખેડૂતો જેમની મહેનતને કારણે આપણા ઘર સુધી અન્ન પહોંચે છે પરંતુ અનેક વખત ખેડૂતો જ ભૂખ્યા રહેતા હોય છે! કોઈ વખત ઓછો વરસાદ આવવાને કારણે તો કોઈ વખત જરૂરત કરતા વધારે વરસાદ આવવાને કારણે ખેડૂતો ચિંતિત બનતા હોય છે. કોઈ વખત તેમનો તૈયાર કરવામાં આવેલો પાક નિષ્ફળ થઈ જતો હોય છે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવતો હોય છે.


24 કલાક વીજળી આપવાના વાયદા કરાય છે પરંતુ.... 

જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવતી હોય છે! એવું કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે! માની પણ લેવામાં આવે છે કે ખેડૂતોની સ્થિતિ સુધરશે, તેમને કામ કરવામાં પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ વીજળી અંગે જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે કબૂલાત કરી કે ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી આપવામાં આવે છે. 15 કલાક પણ વીજળી આપવામાં આવતી નથી. 


ખેડૂતોને માત્ર 8 કલાક આપવામાં આવે છે વીજળી!

વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી.  સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ઓછા વરસાદને કારણે 1લી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી. મહત્વનું છે કે ખેડૂતોને 24 કલાક વીજળી મળે તે માટે રાહ જોવી પડશે...! 


ખેડતો અનેક વખત થઈ જતા હોય છે દેવાદાર! 

મહત્વનું છે કે ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણા દેશનું અર્થતંત્ર ખેડૂતો પર નિર્ભર રહેલું છે. દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો ખેતીમાંથી આવે છે. જે લોકો પર દેશનું અર્થતંત્ર નિર્ભર રહેલું છે તેમની જ આર્થિક પરિસ્થિતિ વિશે કોઈ વિચારતનું નથી! જગતના તાતને અનેક વખત ભોગવવાનો વારો આવે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?