લોકસભા ચૂંટણીને લઈ તૈયારી થઈ રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે અને આ બધા વચ્ચે ભરૂચ ગામના લોકોએ, ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે તેમની જમીનને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોની જમીન જતી રહી છે અને તેનું વળતર પણ નથી મળ્યું. લાંબા સમયથી વળતર આપવાની માગ ખેડૂતો કરી રહ્યા છે પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. ત્યારે ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પડતર માગને સ્વીકારવામાં આવે તેવી માગ કરી હતી.
આ માગોને લઈ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ!
સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે જો માગ નથી સંતોષવામાં આવતી તો પોતાની માગ સાથે લોકો આંદોલનનો રસ્તો અપનાવતા હોય છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આંદોલન કરી સરકાર પર, નેતાઓ પર દબાણ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોતાની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પરિવારોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરરને આવદેનપત્ર પાઠવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ભરૂચના ખેડૂતોને ઓછું વળતર મળ્યું છે બીજા જિલ્લાઓની તુલનામાં. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે જેમ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વગેરે વગેરે... આ પ્રોજેક્ટને લઈ ખેડૂતોની જમીન લેવામાં આવી છે. છેલ્લા અનેક વર્ષો સુધી ખેડૂતોએ અનેક વખત આવેદનપત્ર આપ્યું. 55 વાર આવેદન પત્ર તેમણે પાઠવ્યું છે પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું.
કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ કર્યું આંદોલન, મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર!
પોતાના વાતની રજૂઆત તેમણે નીતિન ગડકરી, સી.આર.પાટીલ સહિત સ્થાનિક નેતાઓને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમના સવાલોનું નિરાકરણ નથી આવ્યું. રજૂઆત કરવા છતાંય તેમની માગને ધ્યાનમાં લેવાતી નથી. ન માત્ર વળતરની પરંતુ અનેક એવી સમસ્યાઓ છે જેનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. કલેક્ટર કચેરી બહાર કરવામાં આવેલા વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જેને કારણે ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
યથા રાજા તથા પ્રજા!
મહત્વનું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું જેને કારણે ચૂંટણી સમયનો લાભ લેવાનો ખેડૂતોએ વિચાર્યું છે. ચૂંટણી સમયે સરકાર દ્વારા અનેક વાયદા કરવામાં આવતા હોય છે, મતદાતાઓને રિઝવવા માટે અલગ અલગ વાયદા કરાય છે પરંતુ વાસ્તવિક્તામાં તેનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. જ્યારે આંદોલન કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા આંદોલન કરી રહેલા લોકોની વાતોને અમુક હદ સુધી માની લેવામાં આવે છે પરંતુ આંદોલન ખતમ થઈ જાય છે પરંતુ જે માટે તેમણે આંદોલન કર્યું હોય છે તેને પૂર્ણ નથી કરવામાં આવતી. જો સરકાર પણ હોંશિયાર છે તો લોકો પણ હોંશિયાર છે કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે યથા રાજા તથા પ્રજા..!