Farmer Protest: ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત, આ ત્રણ રાજ્યોમાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2024-02-08 22:18:38

ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે અને તેમને રોકવા માટે પોલીસે શંભુ ટોલ પ્લાઝા પાસે તમામ વ્યવસ્થા કરી દીધી છે. અંબાલામાં ફરી એકવાર ખેડૂતો અને પોલીસ સામસામે આવી શકે છે. ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત કરી છે. આ માટે ઘણી બેઠકો યોજાઈ હતી. આ સાથે જ ખેડૂતોએ સામાન્ય લોકોને પણ તેમના આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરી છે. જો કે, હજુ સુધી ખેડૂતોને વિરોધ કરવાની કોઈ મંજૂરી નથી.


સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર


ખેડૂત સંગઠનોની જાહેરાત બાદ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે; પરંતુ તે પહેલા જ તેમને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને પરવાનગી વિના દિલ્હી જતા રોકવા માટે, શંભુ ટોલ પ્લાઝા પર કાટાળા તાર, મોટા-મોટા પથ્થરો, રેતીની થેલીઓ વગેરે પહોંચાડવામાં આવી છે. અહીં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે અને હરિયાણા સરકારે 13મી ફેબ્રુઆરીએ યોજાનારી વિરોધ રેલી વગેરેને રોકવા માટે કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે.


શંભુ ટોલ પ્લાઝા આગળ જ ખેડૂતોને રોકાશે


પોલીસ અધિકારીએ કહ્યું કે દિલ્હી કૂચ દરમિયાન પંજાબથી ઘણા ખેડૂત સંગઠનો આવશે અને તેમને રોકવા માટે અંબાલા પોલીસે શંભુ ટોલ પ્લાઝા પર નક્કર વ્યવસ્થા કરી છે. ટોલ પ્લાઝા પર તીક્ષ્ણ વાયર, મોટા પથ્થરો, રેતીની થેલીઓ વગેરે રાખવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં અંબાલાના એસપી જશનદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે ઘણા ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી જવાની જાહેરાત કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?