MLA કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતોની દિયોદરથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા, હજારો ખેડૂતો જોડાયા


  • Published By :
  • Published Date : 2023-08-10 15:25:07

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોએ  સાણદરથી ગાંધીનગર સુધીના ન્યાય યાત્રા શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


MLA કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ન્યાય યાત્રા 


ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે.


કાર્યક્રમમાં ખેડૂતોનું અપમાન


ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ ધારાસભ્ય કેશાજી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના ઇશારે મારા પર હુમલો કરાયો હતો, હુમલો કરનાર કેશાજી ચૌહાણનો ભાણેજ છે. સ્વ. અટલજીના નામે સરકારી કાર્યક્રમમાં ખેડૂતોનું અપમાન કરાયું છે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ હોવાથી અમે આવ્યા હતા. અમારી પાસે સૂચનો માંગ્યા હોવાથી અમે બોલ્યા હતા. અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. આ મામલે કલેકટરને રજૂઆત પણ કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...