આપણે ત્યાં જય જવાન જય કિસાન નારો બોલવામાં આવે છે. પરંતુ ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ખેડૂતોની હાલત કફોળી બનતી જઈ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. લાફાકાંડને કારણે ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી. કેશાજી ચૌહાણના રાજીનામાની માગ સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. દિયોદરથી પગપાળા કરી ખેડૂતને ન્યાય મળે તે માટે પગપાળા કરી રહ્યા છે. મહત્વનું છે કે કેશાજીના સમર્થક દ્વારા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો ન્યાયની માગ સાથે ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. પરંતુ પોતાની માગ સાથે ખેડૂતો મક્કમ જોવા મળી રહ્યા છે.
ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂતને મરાયા હતા થપ્પડ
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોએ સાણદરથી ગાંધીનગર સુધીના ન્યાય યાત્રા શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ન્યાયની માગ સાથે ગાંધીનગર તરફ ખેડૂતો કરી રહ્યા છે આગેકૂચ
ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે. ત્યારે દિયોદરથી નીકળેલી આ ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ ખેડૂતો આગેકૂચ કરવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે.