કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું નુકસાન, સીએમ અને કૃષિમંત્રીને પાલ આંબલિયાએ લખ્યો પત્ર કહ્યું 48 કલાકની અંદર સર્વે....


  • Published By :
  • Published Date : 2024-05-17 13:56:56

જગતના તાતની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે... ત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે જગતના તાત પરેશાન થઈ ગયા છે.. ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે જલ્દી કરવામાં આવે તેવી માગ કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ કરી છે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને.. તેમણે આ મામલે પત્ર લખ્યો છે..

પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.. માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે તેવી ભીતિ સેવાઈ રહી છે.. પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકાર તેમની નુકસાનીનો સર્વે કરાવશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને આ બધા વચ્ચે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને સર્વેને લઈ પત્ર લખ્યો છે.48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.


પત્રમાં શેનો કરાયો ઉલ્લેખ 

પાલ આંબલિયાનું કહેવું છે કે અત્યારે પ્રી મોન્સુન ઍક્ટિવિટી ના કારણે રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે અને  અગાઉ 4 વાર માવઠું પણ પડી ચૂક્યું છે  માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યું ન હતું. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે રાજ્યમાં ગત 48 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતમાં ખેડૂતો પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ 33થી 53 દિવસ સુધી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા છે. અને હવે 4 વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે.  


માવઠાને કારણે જગતના તાતને વેઠવી પડે નુકસાની 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. કોઈ વખત માનવ સર્જીત આફતને કારણે તો કોઈ વખત કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..     



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.