દિલ્હી ખાતે ખેડૂતોએ આજે કિસાન ગર્જના રેલીનું આયોજન કર્યું છે. ફરી એક વખત કિસાન દિલ્હી ખાતે કૂચ કરવાના છે. આ વખતની રેલીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય કિસાન સંઘએ સરકાર સામે બાયો ચઠાવી છે. અનેક પ્રશ્નો જેવા કે ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે, કૃષિ સાધનો ન હોવાને કારણે સહિતના અનેક મુદ્દાઓને લઈ દિલ્હી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
અનેક માગને લઈ ખેડૂતો કરી રહ્યા છે ગર્જના રેલી
કિસાન ગર્જના રેલીમાં પંજાબ, હરિયાણા, યૂપી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કિસાનો આવવાના છે અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાના છે. ખેડૂતોની સ્થિતિમાં સુધાર આવે તે માટે આ ગર્જના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં અંદાજીત 55 હજાર જેટાલા કિસાનો સામેલ થશે તેવો અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ફળ, શાકભાજીમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત કૃષિ સાધનો, જંતુનાશક દવા, ખાતર પર લગવામાં આવતો જીએસટી હટાવામાં આવે તેની પણ તેઓ માગ કરી રહ્યા છે.
લોકોને અસુવિધા ન થાય તે માટે પોલીસે કર્યું આયોજન
કિસાન ગર્જના રેલીને કારણે દિલ્હી પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. આ રેલીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. રોડને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.