સરકારના દાવાથી વિપરીત ખાતરની ભારે અછત, વડોદરાના કરજણમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબી કતારો


  • Published By :
  • Published Date : 2023-08-21 12:55:43

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી શરૂ કરી છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતો હવે યુરિયા ખાતરને લઈ હાલાકી વેઠી રહ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી કતારો લગાવી ખાતર મેળવવા માટે રાહ જોવી પડે છે. આમ છતાંય ખાતર તો મળતું થતું જ નથી. આ પ્રકારની સ્થિતિ છેલ્લા ચાર દિવસથી વર્તાઈ રહી છે. ખેડૂતોએ હવે પાકમાં નુક્શાન વેઠવાની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા પણ લેવા માટે વિક્રેતાઓ ફરજ પાડી રહ્યાનો પણ રોષ વ્યાપી રહ્યો છે.


ખેડૂતોમાં ભારે રોષ 


જગતના તાત ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી ખાતર ડેપોમાંથી ખાતર નથી મળી રહ્યું છે. આ વ્યવસ્થા સામે હવે સવાલો ઉઠવા લાગ્યા છે. કરજણ શહેરમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબા લાંબી કતારો સવારથી જોવા મળી રહી છે. વરસાદી વિરામ બાદ હવે ખેડૂતો પોતાના પાકને સાચવવા લાગ્યા છે અને આ કારણે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઇ છે. ઉલ્લેખનિય છે કે  યુરિયા ખાતરની અછતના મદ્દે રાજ્યના વિવિધ ભાગોમાં ખેડૂતોની ફરિયાદો ઉઠી છે. એક તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે રાજ્યમાં ખાતરનો પુરતો જથ્થો છે તો બીજી તરફ રાજ્યના તમામ શહેરોમાં ખાતરના ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.


કૃષિ મંત્રી રાઘવજી પટેલનો દાવો કેટલો સાચો?


રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું.  કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા પણ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક પણ કરી હતી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?