રાજ્યમાં એક તરફ શિયાળાની અનુભતી થઈ રહી છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો જેવા કે તાપી,ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા આવ્યા છે.
તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
અરબી સમુદ્ર કે બંગાળી ખાડી કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. પાકિસ્તાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શિયાળાને કારણે તાપમાનનો પારો ગગળી રહ્યો છે. જેને કારણે ઠંડા પવન તેમજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. તાપી, ડાંગ, નર્મદા, નવસારી સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ વરસ્યો હતો.
પાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોને ચિંતા
આ સિવાય વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ઉપરાંત વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ થવાને કારણે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. શાકભાજી સહિતના પાકો નિષ્ફળ જશે તેવી ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવો પડી શકે છે. ત