કપાસ અને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રાજ્યના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ


  • Published By :
  • Published Date : 2023-01-06 21:49:30

સૌરાષ્ટ્રમાં કપાસ અને ડુંગળીનું મબલખ ઉત્પાદન થતાં ખેડુતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા ભારોભાર રોષ છે. તેમાં પણ સરકારે ચીનમાંથી કપાસની ગાંસડીઓની આયાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડ ખાતે કપાસની આવક શરૂ થઈ છે. ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. તેવામાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1 હજાર 400એ આવી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તે જ પ્રકારે રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ પણ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીના પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો જેને લઇ ખેડૂતોમાં ભારે અસંતોષ છે.


ચીનથી કપાસની આયાતથી ખેડૂતોને નુકસાન


ભાવનગર અને  તળાજા યાર્ડમાં અત્યાર સુધીની સીઝનમાં સૌથી ઊંચા ભાવે કપાસનું વેચાણ થતું હતું અને આ વર્ષે કપાસના ભાવ 2000થી 2200 સુધી પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા હતા પરંતુ હવે અચાનક જિનિંગ મિલ સંચાલકો દ્વારા અચાનક ઓછા ભાવે ખરીદી કરવાનો નિર્ણય અને સરકાર દ્વારા ચીનથી કપાસની ગાંસડીઓની આયાત શરૂ કરતા ખેડૂતોને સ્થાનિક કક્ષાએ ભાવ ન મળતા નથી ઉગ્ર આક્રોશ છે.ગુજરાત અને દેશમાં કપાસનું ઉત્પાદન થતા સરકારે ચીનથી કપાસની આયાત સરું કરતા સ્થાનિક કક્ષાએ ભાવ તળિયે બેસી ગયા છે તેમ ખેડૂત આગેવાનો કહી રહ્યાં છે 


ડુંગળીના ખેડુતોને રડવાનો વારો આવ્યો


કપાસ બાદ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો પ્રતિ મણનો ભાવ 220 રૂપિયા સુધી બોલાયો છે. માત્ર એક અઠવાડિયામાં પ્રતિ મણના ભાવમાં 80 રૂપિયા ઘટાડો નોંધાયો છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?