ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ આપ્યું ભારત બંધનું એલાન, પંજાબ અને હરિયાણા બોર્ડર સીલ, ઈન્ટરનેટ સેવા ઠપ


  • Published By :
  • Published Date : 2024-02-11 18:14:54

ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. હરિયાણા-પંજાબ બોર્ડર પર સ્થિતિ ખૂબ જ તંગ છે. જાણે યુદ્ધ લડવાનું હોય એવી તૈયારીઓ ચાલી રહી છે. સરકારે સરહદની આસપાસના જિલ્લાઓની સીમાઓ સીલ કરી દીધી છે. મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, જથ્થાબંધ એસએમએસ મોકલી શકાશે નહીં. પોલીસે તેમની દેખરેખ વધારી દીધી છે. ડીજીપી સંબંધિત વિસ્તારોના પોલીસ કેપ્ટન સાથે સતત સંપર્કમાં છે. ડીજીપી ખુદ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. 


સરકારે ખેડૂતોને રોકવા તાકાત લગાવી


હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પંજાબના ખેડૂતોએ એલાન કર્યું છે કે, 10 હજાર ટ્રેક્ટર ટ્રોલીઓમાં દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થઈશું. તેના માટે શંબૂ બોર્ડર, ડબવાલી અને ખનૌરી બોર્ડર પસંદ કરવામાં આવી છે. આ ત્રણેય બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે. આ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસની સાથે પંજાબ-હરિયાણા બોર્ડર પર BSF અને RAFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.


અંબાલામાં કલમ 144 લાગુ


પંજાબના ખેડૂતોને હરિયાણા થઈને દિલ્હી જતા રોકવા માટે અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભૂ બોર્ડરને સિમેન્ટ બેરિકેડિંગ અને કાંટાળા તારથી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ ઘગ્ગર નદી પર બનેલા બ્રિજને પણ બંધ કરી દીધો છે. બહાદુરગઢમાં પાંચ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકરી બોર્ડર પર કાંટાળા તાર અને સિમેન્ટના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પટિયાલાથી અંબાલાના રોડનો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. સોનીપત, ઝજ્જર, પંચકુલા બાદ કૈથલમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબથી ચંદીગઢ થઈને ખેડૂતો પંચકુલાના રસ્તે પણ દિલ્હી જવા માટે હરિયાણામાં પ્રવેશ કરી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?