થોડા વર્ષો પહેલા કિસાન આંદોલન થયું હતું. ત્યારે ફરી એક વખત કિસાન આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ જવા કૂચ કરી રહ્યા છે. દિલ્હી ચલો અભિયાન જાણે ખેડૂતોએ ચાલું કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની જાહેરાત બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બોર્ડરોને સીલ કરવામાં આવી રહી છે. ખેડૂતો પર ટિયર ગેસ છોડવામાં આવી રહ્યા છે. બેરિકેટ અને મોટા મોટા ખિલ્લાઓ મૂકી દેવામાં આવ્યા છે. શંભુ બોર્ડર પર ખેડૂતો દ્વારા બેરિકેટ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ડ્રોનથી ખેડૂતો પર ટીયર ગેસ છોડ્યા છે.
Farmers march: Haryana police fire teargas shells at Shambhu border near Ambala
— PTI News Alerts (@PTI_NewsAlerts) February 13, 2024
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/QOarpT6t1E
ખેડૂતો પર છોડવામાં આવ્યા ટીયર ગેસના સેલ!
જગતના તાત ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે. એમએસપીને લઈ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકારના મંત્રીઓ અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠકો યોજાઈ હતી સોમવારે પરંતુ અનેક કલાકો સુધી ચાલેલી બેઠકો નિષ્ફળ સાબિત થઈ. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે .મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. ખેડૂતોને રોકવા માટે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને વધારાઈ દેવાઈ હોય. રાજ્યોની બોર્ડરોને એવી રીતે સિલ કરવામાં આવી છે જાણે કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય!
રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી ખેડૂત આંદોલનને લઈ ટ્વિટ!
ખેડૂતો અને સુરક્ષા બળો વચ્ચે ઘર્ષણ થઈ શકે તેવું લાગી રહ્યું હતું. ખેડૂતો ટ્રેક્ટર અને ટ્રક લઈ આગળ વધી રહ્યા છે તો બીજી તરફ પોલીસ દ્વારા ખેડૂતોને રોકવા માટે ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. અનેક વીડિયો રાજકીય પાર્ટીઓ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યા છે જેમાં ભાજપ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પણ આને લઈ ટ્વિટ કરવામાં આવી છે. તે સિવાય આપના ઓફિશિયલX એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે.