Farmer Protest : પોતાની માગોને લઈ ખેડૂતો ફરી કરશે દિલ્હી તરફ કૂચ, જાણો કઈ રણનીતિ સાથે ખેડૂતો વધી રહ્યા છે આગળ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-06 15:51:51

થોડા સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું હતું. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા હતા. ખેડૂતો દિલ્હી સુધી ના પહોંચે તે માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે ખીલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યું હતું. બોર્ડર પર ખેડૂતો અને સુરક્ષાબળો વચ્ચે અનેક વખત ઘર્ષણ સર્જાયું હતું. થોડા દિવસો માટે આ આંદોલનને રોકી દેવામાં આવી પરંતુ ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કરી દીધું છે. મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.      

ખેડૂતો કરી રહ્યા છે દિલ્હી તરફ કૂચ!

પોતાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા અને ખેડૂતો રાજધાની સુધી ના પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સુરક્ષાબળો દ્વારા. આજે ૬ માર્ચ છે ત્યારે ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. ત્યારે દિલ્હી રાજ્યની મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત રીતે પોલીસ કાફલો વધારી દેવાયો છે. આગળના કાર્યક્રમની ઘોષણા પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ પાછલા દિવસોમાં એવી ઘોષણા કરી હતી કે , ૬ માર્ચે ખેડૂતો દિલ્હી માર્ચ કરશે , ૧૦ માર્ચે  રેલવે રોકશે , ૧૪ માર્ચે  મહાપંચાયત કરશે .


આવનાર થોડા દિવસોમાં કિસાન આંદોલનને લઈ ચિત્ર થશે સ્પષ્ટ 

પોલીસ તરફથી પણ દિલ્હી કૂચને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી રાજ્યની સીમાઓ પર સુરક્ષા વધારાઈ દેવાઈ છે. કોઈ પણ સીમા બંધ નથી કરાઈ પરંતુ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાશે . તો બીજી તરફ કિસાન નેતા પંધેરે કહ્યું છે કે , ભારતના દૂર દૂરના વિસ્તારોમાંથી આવનારા ખેડૂતો આજે દિલ્હી નહીં પહોંચી શકે કારણ કે તેઓ મધ્યપ્રદેશ,બિહાર અને દક્ષિણ ભારતના ખેડૂતો રસ્તા દ્વારા અને ટ્રેન થકી આવશે . એટલે તેમને પહોંચવામાં ૨ થી ૩ દિવસ લાગી શકે છે . આવનારા ૧૦ દિવસમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે . આ તરફ દિલ્હી પોલીસે જાહેર જનતાને કીધું છે કે , તિકરી , સિંધુ અને ગાઝીપુર સરહદે ટ્રાફિક જામ માટે તૈયાર રહે. આ બાજુ સિંધુ અને તિકરી બોર્ડરે યાત્રીઓ માટે અસ્થાયી રૂપે બેરિકેટ હટાવી દેવાયા છે , પણ આ સરહદે અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે .



સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેક વખત થયો વાર્તાલાપ!

આ બાજુ કિસાન નેતા જગજીત સિંહે કહ્યું છે કે અમે દિલ્હી કૂચ કરવાનો નિર્ધાર કરી ચુક્યા છે , હવે અમે પાછળ નહીં હઠીએ. દિલ્હીની સીમાઓ પર અમે અમારી તાકાત વધારી રહ્યા છે , બધા ખેડૂતો ટ્રેન અને રસ્તાના માર્ગે ખેડૂતો આવશે. તમને જણાવી દઈએ કે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમી વાર વાર્તાલાપ ફેઈલ થઈ ચૂક્યો છે . આજે ફરી ખેડૂતો દિલ્હી આવવાની કોશિશ કરશે , પણ સુરક્ષા કર્મીઓ તેમને ઘુસવા નહીં દે. આ તરફ રાજધાની દિલ્હીમાં ગઈકાલે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. 


જ્યારે સામાન્ય માણસને મુશ્કેલી પડે છે ત્યારે ખેડૂતો માટે આવે છે ખરાબ વિચાર!

ખેડૂતોને રોકવા માટે જ્યારે બેરિકેટ મૂકવામાં આવે છે, ખીલ્લા મૂકવામાં આવે છે. ત્યારે સામાન્ય માણસને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સામાન્ય માણસ એ ખેડૂતો માટે ખરાબ બોલે છે જે તેમના સુધી અન્ન પહોંચાડે છે. ખેતરમાં ખેડૂતો મજૂરી કરે છે ત્યારે અનાજ આપણા ઘર સુધી પહોંચે છે અને આપણે જમી શકીએ છીએ. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેડૂતોને લઈ આપણે ખરાબ વિચારીએ છીએ ત્યારે આપણે પોતાને એમની જગ્યા પર રાખીને જોવા જોઈએ. જો આપણી સાથે આવું થાય તો આપણે શું કરવાના? ત્યારે જોવું રહ્યું કે ખેડૂત આંદોલનમાં આગળ શું થાય છે?   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?