પંજાબ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરી એક વખત દિલ્હી તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે. બોર્ડર પર ખેડૂતોની તૈયારી જોવા મળી રહી છે. શંભુ બોર્ડર પર કિસાનોનો જમાવડો છે. ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત બેઠકો થઈ પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. રવિવારે થયેલી બેઠક બાદ એવું માનવામાં આવતું હતું કે ખેડૂતો આંદોલન સમેટી લેશે. પરંતુ ખેડૂતોએ સરકારે આપેલી ઓફરને નકારી દીધી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો 1200 ટ્રેક્ટર, 300 ગાડીઓ તેમજ 10 મિની બસોને લઈ દિલ્હી તરફ આગળ વધ્યા છે. અંદાજીત 14 હજાર જેટલા લોકો પંજાબ હરિયાણા સીમા પર બેઠેલા છે આંદોલન કરવા. એવી માહિતી સામે આવી છે કે સરકાર દ્વારા વાતચીત કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખેડૂતો પર ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવી રહ્યા છે.
Haryana Police fires tear gas shells after farmers try to move towards barricades at Khanauri border
— PTI News Alerts (@PTI_NewsAlerts) February 21, 2024
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH3xZ2) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/UWHEftBEc7
અનેક વખત ખેડૂત નેતા અને સરકાર વચ્ચે થઈ છે બેઠક!
જગતના તાત ફરી એક વખત રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. પોતાની માગને લઈ ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સંસદને ઘેરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યા છે. મોટા મોટા ખિલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે જેને જોતા એવું લાગે કે આ રાજ્યની બોર્ડર નહીં પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત ચર્ચાઓ થઈ પરંતુ તે ચર્ચાઓનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
દિલ્હી તરફ ખેડૂતો કરી રહ્યા છે કૂચ
સરકારે ચાર પાકો પર એમએસપી આપવાની તૈયારી બતાવી. સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ અંગે ખેડૂતોએ ચર્ચા કરવાનો નિર્ણય કર્યો હતો, ચર્ચા બાદ આંદોલન સમેટવું કે નહીં તે અંગેનો નિર્ણય ખેડૂતો દ્વારા કરવામાં આવવાનો હતો પરંતુ ખેડૂતોએ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને જાહેરાત કરી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ કૂચ કરશે. આજે ફરીથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કરી દીધું છે.