Farmer Protest : બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવનો ખેડૂતોએ કર્યો અસ્વીકાર, દિલ્હી કૂચની તારીખ પણ કરી દીધી જાહેર..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-20 11:12:17

રવિવારે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક થઈ હતી. સરકારે ખેડૂતો સમક્ષ ઓફર મૂકી જેમાં વધુ ચાર પાક પર એમએસપી આપવાની સરકારે તૈયારી બતાવી. બેઠક બાદ એવું લાગતું હતું કે આ આંદોલન સમેટાઈ જશે, સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા કરશે. ચર્ચા વિચારણા કરવા માટે ખેડૂતોએ જણાવ્યું હતું કે 21 ફેબ્રુઆરી સુધી ખેડૂતો દિલ્હી તરફ કૂચ નહીં કરે પરંતુ ગઈકાલે ખેડૂતોએ પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો હતો અને આવતીકાલથી ખેડૂતો ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાના છે.

આવતી કાલથી ખેડૂતો કરશે દિલ્હી તરફ કૂચ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પોતાની માગને લઈ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. 19 ફેબ્રુઆરીએ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. બેઠક બાદ લાગતું હતું કે આ બેઠકનું પરિણામ સકારાત્મક આવશે પરંતુ આ બેઠકનું પરિણામ સકારાત્મક નથી આવ્યું. બેઠકમાં સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવને ખેડૂતોએ ઠુકરાવી દીધો છે. ખેડૂતો પોતાની માગને લઈ અડગ છે. 21મી તારીખથી ફરી એક વખત ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાના છે. ખેડૂત આંદોલનને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ચંદીગઢમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 


ખેડૂતોએ ફગાવી દીધો સરકાર દ્વારા આપવામાં આવેલો પ્રસ્તાવ 

ગઈકાલે જ્યારે આ પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો ત્યારે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે સરકારની દાનતમાં ખોટ છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર  23 પાક માટે MSP (ટેકાના ભાવ) માટે ફોર્મ્યુલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. ડલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી દરખાસ્તમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્તનું વજન કરીએ તો તેમાં કશું જ દેખાતું નથી. આપણી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ (Palm Oil) ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત. 



ખેડૂતો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ!

મહત્વનું છે કે રવિવારે જે બેઠક થઈ તે પહેલા ખેડૂત નેતા અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક વખત બેઠક થઈ હતી. પરંતુ દર વખતની બેઠકનું પરિણામ કંઈ આવતું ન હતું. આંદોલન કરી રહેલા ખેડૂતોને રોકવા માટે સુરક્ષા કર્મીઓ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે તે બોર્ડર કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. જગતના તાત પર ડ્રોનથી ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા અને માહિતી અનુસાર અનેક ખેડૂતો તેમજ પોલીસકર્મી ઘાયલ થયા હતા.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?