પોતાની માગને લઈ ખેડૂતો છેલ્લા અનેક દિવસથી આંદોલન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી સુધી ખેડૂતો ના પહોંચી શકે તે માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળને તૈનાત કરવામાં આવી છે. દિલ્હી તરફ જતી બોર્ડરો પર એવી વ્યવસ્થા કરવામાં આવી છે જાણે કોઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર હોય. બે દિવસના વિરામ બાદ ખેડૂતોએ ગઈકાલથી દિલ્હી કૂચ શરૂ કરી હતી પરંતુ કાલે બોર્ડર પર બનેલી ઘટનાને પગલે બે દિવસ માટે દિલ્હી ચલો આંદોલનને રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે શુક્રવારે આગળની રણનીતિ અંગે જાહેરાત કરવામાં આવશે.
IDEO | Farmers Protest: “Such an atmosphere was created which reminded us of the Jallianwala Bagh massacre. Humanity has been violated in this democratic country,” says farmer leader Lakhvinder Singh Aulakh on Khanauri border clashes.#FarmersProtest
— Press Trust of India (@PTI_News) February 22, 2024
(Full video available on… pic.twitter.com/4aI76wZfXP
ગઈકાલે ખેડૂતોએ શરૂ કર્યું હતું દિલ્હી તરફ કૂચ કરવાનું
પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે. પોતાની માગ સાથે ખેડૂતો દિલ્હી તરફ આવવા નીકળી ગયા છે. સંસદનો ઘેરાવો કરવામાં માટે ખેડૂતો નિકળ્યા હતા પરંતુ તે દિલ્હી પહોંચે તે પહેલા બોર્ડરો સીલ કરવામાં આવી. બોર્ડરો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. દિલ્હીને છાવણીમાં ફેરી દેવામાં આવ્યું હતું. રવિવારે કેન્દ્ર સરકાર તેમજ ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ પોઝિટિવ આવશે એવું લાગતું હતું. શક્યતાઓ હતી કે ખેડૂતો પોતાનું આંદોલન પાછું ખેંચી લે પરંતુ તેવું થયું નહીં. ખેડૂતોએ વિચારવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. દિલ્હી કૂચને બે દિવસ માટે ટાળી હતી. એવી જાહેરાત કરવામાં આવી હતી કે 21 ફેબ્રુઆરીથી ખેડૂતો ફરીથી દિલ્હી તરફ કૂચ કરશે.
અથડામણમાં એક ખેડૂતનું થયું મોત
ગઈકાલે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી. ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સુરક્ષા બળ તેમજ ખેડૂતો વચ્ચે ઘર્ષણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગઈકાલે એક ખેડૂતનું મોત ગોળી વાગવાને કારણે થયું તેવો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો. પરંતુ પોલીસ દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. યુવાનું મોત થઈ જતા ખેડૂતોમાં આક્રોશની લાગણી પ્રવર્તિ રહી છે. ખેડૂતોએ બે દિવસ માટે દિલ્હી ચલો આંદોલનને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે બોર્ડર પર થયેલી અથડામણમાં અનેક ખેડૂતો તેમજ પોલીસકર્મી ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે અને તે પ્રમાણે પછી આગળ પગલા લેવામાં આવશે તેવી માહિતી ખેડૂત આગેવાન દ્વારા આપવામાં આવી છે. ગઈકાલે જે ગોળીબારીની ઘટના બની તેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.